આપણે એવા ઘણા લોકો જોયા છે કે જે કોઇ એક ક્ષેત્રમાં ખૂબ જ ચઢિયાતા હોય છે તેમનો હુન્નરએ ક્ષેત્રમાં પ્રશંસાને પાત્ર હોય છે પરંતુ શ્રીકાંત જીચકર ડોક્ટર ફોટોગ્રાફર આઇપીએસ એમ.બી.એ પીએચડી એમ.એલ.એ પી.એચ.ડી એક્ટર પેન્ટર એમએલએ સર્વ ક્ષેત્રમાં નિપુણ હતા. તે દેશના સૌથી વધારે ભણેલા અને વધુ ક્ષેત્રમાં પ્રગતિ કરેલા વ્યક્તિઓ માંથી એક છે.
આજના યુગ માટે શ્રીકાંત એક પ્રેરણા છે જયા લોકો માટે એક ડિગ્રી પ્રાપ્ત કરવી મુશ્કેલ બને છે આપણા પાસે એટલી બધી સુવિધાઓ છે ટેકનોલોજીથી આપણે દરેક ક્ષેત્રમાં કામ કરીએ છીએ પરંતુ તે સમયે આવું કંઈ ન હતું વગર ટેકનોલોજીએ તેમની પાસે ૨૦ ડિગ્રી કરતાં પણ વધારે ડિગ્રી હતી તે સમયે મોબાઈલ, ડેટા આવી કોઇ સુવિધા ન હતી તે જમાનો આટલો એડવાન્સડ નહતો ત્યારે તેમના પાસે આટલી બધી ડિગ્રી હોવી એ એક ગર્વની વાત છે ચાલો જાણીએ તેમની જિંદગી વિશે.
શ્રીકાંત જિચકરનો જન્મ 14 સપ્ટેમ્બર ૧૯૫૬માં નાગપુર જિલ્લાના અંજન ગાવ માં થયો હતો તેમનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો તેમના પિતા નું મૂળકામ ખેતીકામ હતું શ્રીકાંતે સૌથી પહેલા તેના ભવિષ્યની શરૂઆત ડોક્ટર બનીને કરી હતી તેના માટે તેમણે એમબીબીએસ અને એમ.ડી ની ભણતર કરી હતી ત્યારબાદ તેમણે એલ.એલ.બી, એલ.ડી એમ, એલ.એલ.એમ, અને એમ.બી.એમ ની ડિગ્રી પ્રાપ્ત કરી ત્યારબાદ તેમણે જર્નલિઝમ ની ડીગ્રી પ્રાપ્ત કરી ત્યારબાદ એમ.એ અર્થશાસ્ત્ર, એમ.એ ઈકોનોમીકસ, એમ.એ સિવિક્સ, એમ.એ હિસ્ટરી એમ.એ સંસ્કૃત એમ.એ રાજનૈતિક શાસ્ત્ર એમ એ પ્રાચીન શાસ્ત્ર અને ડોક્ટર ઓફ લેટર ઈન સંસ્કૃત ની ડીગ્રી પ્રાપ્ત કરી.
૧૭૭૨-૧૯૯૦ સુધીમાં તેમણે ઘણી પરીક્ષાઓ આપી તેમાંથી તેમણે ૨૦ ડિગ્રી પ્રાપ્ત કરી તે ઘણાં ક્ષેત્રમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા અને ઘણા ગોલ્ડ મેડલ જીત્યા આગળ જતાં તેમણે upscની પરીક્ષા આપી જેમાં તે પાસ થયા પરંતુ તે આગળ જતાં આઇપીએસ બનવા ન ઇરછ્યું અને તેમણે આઇ.એ.એસની પરીક્ષા આપી ઉત્તીર્ણ થયા બાદ ચાર મહિના કામ કરીને તેમણે તે જગ્યાએથી ઇસ્તિફો આપી દીધો.
તેમણે ચૂંટણીમાં ઉભો રહેવાનું વિચાર્યું અને ૨૫ વર્ષની ઉંમરે એમએલએ બન્યા થોડાક જ વર્ષોમાં તેમની સૂઝબૂઝથી તેમણે રાજનીતિ અને તેની પકડ હાથમાં લઇ લીધી તેમને ભણતર અને પુસ્તકોથી બહુ જ પ્રેમ હતું તેમનુ એક પોતાનું પુસ્તકાલય હતું જ્યાં 5200 જેટલી બુકો હતી શ્રીકાંત જિચકરનું મૃત્યુ 2004માં કાર ક્રેશમાં થયું હતું.