ખેડૂત મિત્રો માટે ખુશી ના સમાચાર કહી શકાય રાજ્ય માં ગયા અઠવાડિયા થી જબરજસ્ત વરસાદ ચાલુ છે એવા સમય મા હવામાન વિભાગે વરસાદ આગાહી કરી છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર 7 સપ્ટેમ્બરથી ફરી થી વરસાદ થવાની આગાહી કરી છે. સાયક્લોનીક સર્ક્યુલેશન ના લીધે રાજ્ય મા 7 સપ્ટેમ્બર થી વરસાદી માહોલ જામશે એવું હવામાન વિભાગે સમાચાર આપ્યા છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી આપતા ખેડૂતો માટે ખુશી નો માહોલ છવાઈ ગયો છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર અગામી 3 દિવસ માં વરસાદ નું જોર હળવું રહેશે. જ્યારે રાજ્ય માં 7 તારીખ થી વરસાદ ની ભારે આગાહી કરવામાં આવી છે સપ્તાહ પહેલા રાજ્ય માં દક્ષિણ ગુજરાતમાં કેટકાય વિસ્તાર માં અને કચ્છ માં સારો વરસાદ પડ્યો હતો જ્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત માં સારો વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે. વરસાદ ની આગાહી કરતા રાજ્ય માં દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો ને સાવચેત રહેવા જણાવ્યું છે તથા દરિયો ખેડતા માછીમારો ને દરિયો ના ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.
નોંધનીય છેકે ગુજરાતમાં હજુ પણ વરસાદની 8 ટકા ઘટ ઓછી થઈ છે જ્યારે રાજ્યમાં હજુ પણ વરસાદની ૪૦ ટકા જેટલી ઘટ છે અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો છે અને કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં વરસાદની બહુ જરૂર છે પણ વરસાદ પડ્યો નથી ગુજરાતમાં દક્ષિણ કચ્છ , ઉત્તર ગુજરાત ના કેટલાક વોસ્તારો માં વરસાદ પડયો છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના કેટલાક એવા વિસ્તાર છે જ્યાં બિલકુલ વરસાદ નોંધાયો નથી ત્યારે ગુજરાતના ઘણા બધી જગ્યયાએ વરસાદ નથી એના કારણે અત્યારે પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાત રાજ્યના ઘણા એવા વિસ્તારોમાં વરસાદ નથી એવા વિસ્તારના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે રહ્યા છે તેમના માટે એક આ ખુશીના સમાચાર કહી શકાય.