Cli
aa bhai khovai gayela parivar mali gayo

4 વર્ષથી ખોવાઈ ગયા હતા આ ભાઈ ! વાળ દાઢી કરી નવરાવીને તૈયાર કર્યા તો ઓળખી લીધા પરિવારે…

Breaking

તેલંગાણામાં રહેતા એક રહેવાસી ચાર વર્ષ પહેલા ખોવાઈ ગયા હતા જેમને તેમનો પરિવાર શોધી રહ્યો હતો ગામના સરપંચ ફાઉન્ડેશન દરેક જગ્યાએ ફરિયાદ કરી હતી પરંતુ તે મળી નઇ રહ્યા હતાં ત્યારે આ લોકોએ તે વ્યક્તિને શોધી કાઢ્યા અને આવી અનોખી રીતે તેમની મદદ પણ કરી તે વ્યક્તિનું નામ અન્ના ભાઈ છે અને તેમની માનસિક પરિસ્થિતિ બરાબર નહોતી તેમના માથા પર લાકડી વાગી હોવાથી તેમની આવી પરિસ્થિતિ થઈ હતી.

જ્યારે તેમના પરિવારને પૂછવામાં આવ્યું કે તે ક્યારથી ગુમશુદા છે ત્યારે તેમણે કહ્યું ચાર વર્ષથી અમે સૌ તેમને ગોતીએ છીએ પરંતુ કઈ ખબર નથી મળી રહી ત્યારે તમારો વિડીયો અમે જોયો અને અમે અહીં આવ્યા અમે તેમને અહીં લઈને આવ્યા હતા પણ તે પાછા ખોવાઈ ગયા હતા ત્યારે અમારી ટીમ રાત-દિવસ એક કરીને તેમને પાછા શોધવા લાગ્યા અને અમે તેમને અહીં લાવવામાં સફળ થયા છીએ અમને તેમની ભાષા આવડતી નથી તે માટે અમે તેલંગાણાની ભાષા બોલતા એક વ્યક્તિને બોલાવ્યો જે પરિવાર તેમને લેવા આવ્યો હતો તે પણ તેલંગાણાનાની ભાષા બોલતો હતો.

ત્યાં એક વ્યક્તિ તેઓની ભાષાને ટ્રાન્સલેટ કરતો હતો તે મહિલાએ ખૂબ જ આભાર માન્યો પોપટભાઈનો તે મહિલા ખેતીકામ કરે છે અને તેનો દીકરો તેની મદદ કરે છે જ્યારે તેમને ખબર પડી કે તેનો પતિ અહીં છે તેઓ તરત જ અહીં આવ્યા અને તે દીકરાએ તો બે દિવસથી જમવાનું પણ ખાધું ન હતું અંતે તેઓ અન્ના ભાઈને મળવામાં સફળ થયા.

પોપટભાઈ ફાઉન્ડેશને દસ હજાર રૂપિયા આપી તેમની મદદ કરી તેમને અહીંથી તેલંગાણા જવા માટે આમ આ ફાઉન્ડેશન દ્વારા અન્નાભાઈનો પરિવાર અન્નાભાઈને મળવામાં સફળ થયું ખરેખર પોપટભાઈ ફાઉન્ડેશન લોકોને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે ભગવાન આ ફાઉન્ડેશનને બરકત આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *