જયપુરમાં ટ્રક અને વાન વચ્ચે ભયંકર એક્સિડેન્ટ થયો હતો આ એક્સિડેટ એટલો ભયંકર હતો ત્યાં 6 લોકો મૃત્યુ પામ્યા હતા આ ઘટના જયપુર ના નિમોડીયા ખાતે બની હતી આ અકસ્માતમાં 6 લોકો મૃત્યુ અને 5 લોકો ગભીર રીતે ઘાયલ હતા આ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીક ની હોસ્પિટલમાં ચકસુની સેટેલાઇટ માં દાખલ કરવામાં આવ્યા હતા જે લોકો મૃત્યુ પામ્યા એ તમામ ઇકો વાંન માં સવાર હતા જેમાથી પાંચ લોકો બાજુ બરાઈ જિલ્લાના ગોરધનપુરા અને નવાપુરા ના વતની હોવાનું જાણવા મળ્યું છે અને 1 ઇકો વાંન ચાલક હતો જ્યારે વાનમાં 11 જેટલા લોકો સવાર હતો
ઇકો વાનમાં રિટ ની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા જ્યારે અચાનક ઇકો અચાનક ટ્રક માં ઘુસી જતા આ બનાવ બન્યો હતો જે બનાવ નિમોડીયા કટ નજીક બન્યો હતો જે ઘાયલ પાંચ લોકોની સારવાર નજીક ની હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે જેમાંથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ હોવાથી જયપુરની એક હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે અને અન્ય બેને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં માં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માતમાં 6 લોકો મૃત્યુ પામ્યા એમના નામ, વિષ્ણુ નાગર, દિલીપ મહેતા, વેદ પ્રકાશ, સુરેશ,તેજરાજ, અને સત્ય નારાયણ જ્યારે અન્ય ઇજાગ્રસ્ત જોરાવરસિંહ,ભગવાન નગર, હેમરાજ, અનિલ, નરેન્દ્ર હતા
આ એક્સિડન્ટ માં મૃત્યુ પામેલ અને ઘાયલોને તમામ ને રાજસ્થાનના મુખ્યમંત્રી અંશોક ગેહલોત એ સહાય જાહેર કરી છે એમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ અકસ્માત થયો એમાં ઉમેદવારો નું મોત ખુબજ દુઃખદ છે ભગવાન એમના આત્મા ને શાંતી આપે જ્યારે મૃત્યુ પામેલ ને રૂ.2 લાખ અને ઘાયલ થયેલ ને 50000 ની સહાય ની જાહેરાત કરી છે જે મુખ્યમંત્રી રાહત ફન્ડમાંથી આપવામાં આવશે વધુ માં એમણે કહ્યું હતું કે આવી રીતે પરીક્ષા અથવા કોઈ પણ સલામત સવારી માટે સરકરી પરિવહનનો ઉપયોગ કરો. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ને મૃત્યદેહો ને કબજમાં લીધા હતાં અને ઘટના ની તપાસ ચાલુ કરવામાં આવી છે.