સોલંકી વીર વચ્છરાજ મહાપુરુષ થઈ ગયા એમની ગાથા તમે સાંભળી જ હશે છતાં અહીં ટૂંકમાં તમને એમનો ઇતિહાસ બતાવીએ વીર વચ્છરાજ ના જયારે લગ્ન ન ફેરા ફરતા હતા તેમને લગ્ન ન બે ફેરા ફર્યા જ્યારે લગ્ન નો ત્રીજો ફેરો ફરી રહ્યા હતા ત્યારે બુમો સંભળાઈ લૂંટારુઓ ગાયો લૂંટવા આવ્યા છે જેવી બુમો સભળાતાજ વીર વચરાજ ફેરા ફરતા ઉભા થઇ ગયા અને તલવાર લઈને ગાયો ની વારે જાય અને એ લઇ જતી ગાયો ને બચાવી લે છે પણ લડતા લડત તેઓ વીરગતિ પામે છે આ હતી એમની વીરગતિ ત્યાં એમની સમાધિ કચ્છના રણ માં આવેલી છે.
કહેવાય છે કે વર્ષો પહેલા સરસ્વતી નદી કચ્છના નાના રણ માં પસાર થતી હતી જે અત્યારે લુપ્ત થઇ ગઈ છે પણ વીર વાછડા દાદા ના પ્રતાપે આજે પણ આ એકજ જગ્યાએ અહીં ચમત્કારીક સરસ્વતી નદી નું મીઠું પાણી મળે છે જે દાદા નો પ્રતાપ કહી શકાય. કચ્છના નાના રણ માં વીર દાદા વાછરા દાદા નું મોટું મંદિર આવેલું છે ત્યાં આજુબાજુના બધી જગ્યાએ તમને ખારું પાણી જોવા મળે છે
કચ્છના રણ માં ખાશ કરીને ક્યાંય ઝાડવા જોવા મળતા નથી પણ વાછરા દાદા ના મંદિરે ઘણા ઝાડ પણ જોવા મળે છે જે દાદા નો પ્રતાપ જ ગણાય. આ કચ્છ નું રણ કહેવાય પણ ખરેખર આ સુરેન્દ્રનગર જિલ્લામાં જ આવેલું છે. તમે પણ વીર વાછડા દાદા ના દર્શન કરવાનો લાવો લઈ શકો છો અને વીર વાંછડા દાદા ના મંદિરે દર્શનાર્થે લોકો ઘણા બધા આવતા હોય છે અને મિત્રો તમને આ પોસ્ટ ગમી હોય તો સેર કરવાનું ના ભૂલતા