અત્યારે ઘણા લોકો પશુને પણ માણસની જેમ પ્રેમ કરે છે માણસ કરતા પણ પશુને વધુ સાચવતાં હોય છે એવાજ અહીં કેથલના સુલતાન નામના પાડા ની આજે વાત કરવી છે આ સુલતાન હમણાં બે દિવસ પહેલાંજ મૃત્યુ પામ્યો છે જેની એક સમયે 21 કરોડ કિંમત બોલાણી હતી છતાં એ પાડાના મલિક નરેશભાઈએ નહોતો વેચ્યો. આ સુલતાનને નરેશભાઈ ખુબજ સાચવતાં હતા પણ અત્યારે દુઃખની વાત એછે કે અત્યારે એ આપણી વચ્ચે નથી રહ્યો.
આ સુલતાનના નામે અનેક અનેક એવોર્ડ આવી ચૂક્યાં છે તે નરેશભાઈ ને બહુજ કમાણી કરાવતો હતો આ સુલતાન ની 6 ફૂટ બઊંચાઈ હતી જેની પાછળ દિવસના 2 હજારથી વધુ ખર્ચો હતો. સુલતાન એટલો પ્રખ્યાત બની ગયો હતો કે એમના ગામનું નામ પણ સુલતાન તરીકે ઓળખવામાં લાગ્યું હતું જે નરેશભાઈને ખુબજ ખુશી હતી. સુલતાનને બાળપણ થીજ બહુ સાચવ્યો હતો જેની ઉંમર આજે 16 વર્ષ થઈ હતી. નરેશભાઇ એ જણાવ્યું હતું કે સુલતાનને ગમે ત્યાં સ્પર્ધામાં અમે લઈ જતા ત્યારે એ એવોર્ડ પોતાના નામેજ કરતો
નરેશભાઈ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સુલતાન ની 3 વર્ષની ઉંમર હતી ત્યારથીજ અમે સાચવીએ છીએ તેનું આજે 16 વર્ષની ઉંમરે મૃત્યુ થતા અમે અમારો સુલતાન ખોઈ બેઠા છીએ. હવે ગમે તેટલા અમને સુલતાન જેવા મળે પણ આ સુલતાન તો નાજ મળે વધુમાં કહ્યું હતું મેં આ સુલતાનના મૃત્યુનું એટલું દુઃખ લાગ્યુ છે કે એટલું કોઈ માણસ મરે ત્યારે પણ ના લાગે. એક હરાજીમાં સુલતાન ની કિંમત 21 કરોડ બોલાઈ હતી છતાં નરેશભાઇ વેચવાનો ઇનકાર કરી દીધો હતો