કોરોના મહામારીની ના કારણે ઝોલા ખાઇ રહેલ IPL 2021 નો બીજો રાઉન્ડ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતમાં કોરોના મહામારી ના કારણે કેટલાય સમયથી આઈપીએલન હવામાં લટકી રહી હોય એવું કહી શકાય કારણ કે કોરોના માં ipl રમાંડવી કે નહીં એ નક્કી ન હતું પણ અત્યારે આઇપીએલના રસિયાઓ માટે સારા સમાચાર છે એવું કહી શકાય કારણ કે આવતા મહિનેથી આઈપીએલ શરૂ થઈ જવા રહી છે ત્યારે આવે મહિના થી આઈપીએલ ચાલુ થશે આ આઈપીએલમાં માં ભારતના અને વિદેશના નવા ખેલાડીઓને પણ રમવાનો જબરજસ્ત મોકો મળશે અને સાથે T20વર્લ્ડકપની પણ પ્રેક્ટિસ કરવાનું સારો મોકો મળશે.
આઈપીએલની આ બાકી રહેલી મેચો ખૂબ જ ખાસ બનવા જઈ રહી છે, કારણ કે આવતા મહિને આ જ ટી 20 વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. એટલે કે, આઈપીએલ 2021 એ માત્ર ભારતીય જ નહીં, પણ વિદેશી ખેલાડીઓ માટે પણ ટી 20 વર્લ્ડ કપ માટે પ્રેક્ટિસ કરવાની મોટી તક છે. જોકે, આઈપીએલ 2021 ના બીજા તબક્કાની શરૂઆતની મેચ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ફાઇનલ 15 ઓક્ટોબરે યોજાશે. ipl એવી વસ્તુ છે કે જે ભારતમાં એના ઘણા ચાહકો છે કારણ કે ક્રિકેટ એ ભારતીયો ની મનપસંદ છે અને સાંજે મેચ રમાતી હોવાથી તમામ ચાહકો જોઈ શકે છે આઈપીએલમાં ટીઆરપી રેટ પણ ભારતમાં સૌથી વધુ ઊંચો રહે છે અને વિશ્વના પણ ઘણા ચાહકો છે જે આઈપીએલને પસંદ કરે છે.