એ તો સૌ કોઈ જાણે જ છે કે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમા બહારથી જેટલી જાહોજલાલી અને ખુશી દેખાય છે એટલી ખુશી હોતી નથી. આ ઇન્ડસ્ટ્રીમાં નામ મેળવવા લોકોને એવા એવા કામ કરવા પડતાં હોય છે જે એમને સપનામાં પણ ન વિચાર્યા હોય.
તેમાં પણ ઇન્ડસ્ટ્રી હંમેશા મહિલાઓ માટે એક ખરાબ અનુભવ રહી છે આ ઇન્ડસ્ટ્રીમાં આવનાર દરેક અભિનેત્રીનું અનેક રીતે શોષણ કરવામાં આવતું હોય છે.જે વિશે અનેકવાર કિસ્સા સામે આવતા જ હોય છે.
હાલમાં ટીવીની એક જાણીતી અભિનેત્રી એ જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાના ખરાબ અનુભવ વિશે મિડીયા સમક્ષ વાત કરી છે ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘરઘરમાં લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી આરતી જોશીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં શરૂઆતના દિવસો ને યાદ કરતા પોતાનો અનુભવ જણાવ્યો હતો.
તેને કહ્યું કે તે એક ગુજરાતી પરિવારમાંથી આવે છે અને તેના પરિવાર નહોતા ઈચ્છતા કે તે મુંબઈ આવે કારણકે તેમને ચિંતા હતી આરતીએ વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં તેને ઇન્ડસ્ટ્રીમાં મળેલા ૧૦૦માથી ૮૦ લોકો ખોટા જુઠ્ઠા હતા અને તે એવા લોકોની વાતોમાં આવી પણ ગઈ હતી.
જો કે હાલમાં તે ઇન્ડસ્ટ્રીમાં એક સફળ અભિનેત્રી છે અને હવે તેને ઇન્ડસ્ટ્રીમાં લોકો વિશે સમજ પડવા લાગી છે.જણાવી દઈએ કે આરતી જોશી નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પણ કામ કરી ચૂકી છે આ સિવાય હાલમાં તે એક વેબ સિરીઝમા જોવા મળવાની છે.