આજકાલના યુગમાં રૂપિયાનું ખૂબ જ મહત્વ છે લોકો રૂપિયા માટે વર્ષો જૂના સંબંધો ભૂલી જાય છે અને થોડા રૂપિયા માટે તેઓ પોતાના ભાઈઓ સાથે પણ લડવા તૈયાર થઈ જાય છે એવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે જેમાં પ્રોપર્ટી માટે તો જમીન માટે એક માં ના બે દિકરાઓ લડતા જોવા મળે છે.
પરંતુ આ વચ્ચે એક એવો મામલો સામે આવ્યો છે જેમાં માનવતા અને ઈમાનદારી હજુ પણ આ ધરતી પર અકબંધ છે તેવું લાગી આવે છે સમગ્ર ઘટના ખંભાળિયા થી સામે આવી છે ખંભાળિયાના હરસિધ્ધિ નગરમાં રહેતા ભાવિનભાઈએ ઈમાનદારી અને પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.
આજે ભાવિનભાઈ ની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે ભાવિનભાઈના મોબાઇલમાં અચાનક મેસેજ આવ્યો કે તેમના ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા થઈ ગયા છે આટલી મોટી રકમ તેમના ખાતામાં અચાનક આવી જતા તેઓ ચોંકી ગયા હતા તેમને આમ અમને તપાસ કરી તો તેમને.
જાણવા મળ્યું કે કોઈ વ્યાપારીએ ભૂલથી તેમને આ રૂપિયા મોકલી દીધા હતા જે હકીકતમાં અન્ય કોઈ વ્યક્તિને મોકલવાના હતા ભાવિનભાઈ સંકલ્પ કર્યો કે આ મારી મહેનતની કમાણી નથી મારે કોઈ પણ હરામના રૂપિયા જોઈતા નથી તેઓ ખૂબ પ્રામાણિક અને નિષ્ઠાવાન હતા.
તેઓ પોતાના જીવનમાં હંમેશા ઈમાનદારીને ભરેલા હતા ભાવિનભાઈએ આ વેપારીને રૂપિયા પાછા આપવાનો સંકલ્પ કર્યો અને તેઓ મોબાઇલમાં આવેલા મેસેજના મારફતે વેપારી દ્વારા મોકલેલા રૂપિયા ની તપાસ કરી અને તેમને વેપારીની માહિતી મળી તેવો.
સ્વખર્ચ વેપારી પાસે ગયા અને તેઓ એ આ પાંચ લાખ રૂપિયા વ્યાપારીને પરત આપ્યા તેમની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ હોય તો તેમના મનમાં લાલચ જાગે કે આટલી મોટી રકમને તેઓ પરત ન આપે પરંતુ ભાવિન ભાઈએ આ રકમને પોતાની ના સમજી અને કોઈને મહેનત.
સમજી અને વ્યાપારીને પરત આપ્યા વ્યાપારીએ તેમનું સન્માન કર્યું ભાવિનભાઈ નું તેમના મિત્ર મંડળમાં પણ સન્માન કરવામાં આવ્યું ઈમાનદારી પ્રમાણિકતા અને નિષ્ઠા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ભાવિન ભાઈએ યુવાનોને પ્રેરણા આપી છે કે આજે પણ માનવતા ધર્મ જીવીત છે.