દરેક કર્મચારી તેની નિવૃત્તિ પછી ચિંતિત હોય છે. પછી પેન્શનના સહારે જીવન કાઢવું પડે છે. લોકો અગાઉથી રોકાણ કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરાખતા હોય છે. ક્યાંક ને ક્યાંક રોકાણ એ હેતુ થી કરતા હોય છે કે પાછળ થી મૂડી અને વ્યાજ મળશે જેનાથી નિવૃત્ત જીવન ગુજારસે. જ્યારે આ રોકાણ કરેલ પૈસા ક્યારેક રિસ્કી રહે છે તો આવા સમયે અમે તમને એક મદદ કરીએ છીએ એવું કહી શકીએ જો તમે ની નિવૃત થાઓ ત્યાં સુધી કરોડપતિ બનવા નું ઈચ્છતા હોય તો નેશનલ પેંશન સિસ્ટમ (NPS) જે સારો વિકલ્પ છે તો વધુ જાણો એના વિશે.
જો તમે દરરોજ 74 રૂપિયા બચાવો અને નેશનલ પેન્શન સિસ્ટમમાં મૂકો તો 1 કરોડ રૂપિયા નિવૃત્તિ સુધી જમા થશે. ધારો કે 20 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિએ પ્રતિ દિવસ 74 રૂપિયા એટલે કે 2230 રૂપિયા પ્રતિ મહિનાનું રોકાણ કર્યું છે. જ્યારે તે 40 વર્ષ પછી નિવૃત્ત થશે, ત્યારે તે કરોડપતિ બનશે. જો 9 ટકાના દરે વ્યાજ મળે છે, તો કુલ 1.03 કરોડ રૂપિયા ઉપલબ્ધ થશે. એનપીએસ એક લિન્ક્ડ નિવૃત્તિ લક્ષી રોકાણ વિકલ્પ છે. આ યોજનામાં પૈસા બે જગ્યાએ રોકવામાં આવે છે. NPS ની કેટલી રકમ ઇક્વિટીમાં જશે. ખાતું ખોલતાની સાથે જ આ કરી શકાય છે. આમાં પીએફ કરતા વધુ વળતર મળવાની સંભાવના છે. આ પેંશન દર મહિને મળે છે આ પેંશન માં માત્ર 60ટકા રકમ ઉપાડી શકાય છે અને બાકી 40ટકા રકમ તમને પેંશન સ્વરૂપે મળે છે.