પત્ની દ્વારા તેના પતિના બોસને લખેલો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખરેખર, આ પત્રમાં, મહિલાએ બોસને વિનંતી કરી કે તે તેના પતિને ઓફિસ પર પાછા બોલાવે. ખરેખર, ઘરેથી કામ કરવાને કારણે, પત્ની પતિની ઘણી ક્રિયાઓથી નાખુશ થઈ ગઈ છે, જેના કારણે તેણે આ પત્ર પતિના બોસને લખ્યો છે. વધુમાં પતિને લખ્યું હતું કે તમે જલ્દી ઓફીસ કામ ચાલુ નહિ કરો તો મારે અને મારા પતિ ને લગ્નજીવન નો અંત આવી શકે છે પણ પત્ર જ્યારે ઈન્ટરનેટ ઉપર આ વાત વાઇરલ થઈ ગઈ તયારે આખી વાત ફેરવવતા કીધું હતું કે આ તો ફેમિલી નો પર્શનલ મામલો છે જે ઘરે-ઘરે થતું હોય છે. બિઝનેસમેન હર્ષ ગોયના એ લખ્યું હતું કે ૯ સપ્ટેમ્બરએ આ પત્ર લખ્યો હતો અને બાયો માં લખ્યું હતું કે આ પત્ર નો જવાબ કઈ રીતે આપું આ પોસ્ટ એમની ટ્વીટર ઉપર જોવા મળી હતી એમની આ પોસ્ટ સોસીયલ મીડિયા ઉપર છવાઈ ગઈ હતી જેમને પોસ્ટ કર્યાના ટાઈમે 8 હજાર લાઈક અને ઘણી બધી કોમેટો મળી હતી
મહિલાએ પત્રમાં આગળ લખ્યું, ‘આ માણસ દિવસમાં દસ વખત કોફી પીવે છે.જુદા જુદા રૂમમાં બેસીને, તેમાં ગંદકી ફેલાવે છે અને સતત ખાવાનું માગ્યા કરે છે અને ઘણી વાર કામ ન સમયે ઊંઘતા પણ જોવું છું. મુદ્દા ની વાત એજ કે મારે બે બાળકોનું પણ ધ્યાન રાખવું પડે છે અને ઘરનું કામ પણ ઘણું બધું હોય છે જ્યારે તમે આ વ્યક્તિને અહીં થી નોકરી ઉપર લઈ જશો તો કંઈ કામ ન થાય તો કંઈ નહી પણ મારું માનસિક સંતુલન રહેશે. હું મારા પતિ થી ઘણી કંટાળી ગઈ છું. આ પત્ર વાયરલ થયા બાદ સેંકડો લોકોએ તેના પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. કેટલાકએ કહ્યું કે પતિને તાત્કાલિક અસરથી ઓફિસમાં બોલાવવો જોઈએ.જ્યારે કેટલાકએ સાથીનો પગાર વધારવાનું સૂચન કર્યું જેથી તે પત્નીને મદદ કરવા માટે ઘરમાં કોફી મશીન વગેરે લાવી શકે. આવી અનેક કોમેન્ટ કરીને લોકોએ હાસ્ય અને મજા કરી હતી અને આ પોસ્ટ સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થઈ હતી.