દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર ગણપતિ બાપ્પાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશોત્સવ 10 દિવસ સુધી ચાલશે. 19 સપ્ટેમ્બરે બાપા અનંત ચતુર્દશી સાથે વિદાય લેશે. દરમિયાન જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે ગણેશ ચતુર્થી બે રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેશે. આ રાશિઓ મિથુન અને કન્યા રાશિ છે. બંનેના પ્રમુખ દેવતા ભગવાન ગણેશ છે. જો આ રાશિના જાતકો આ ગણેશોત્સવ દરમિયાન ખાસ ઉપાય કરે તો જીવનમાં ઘણો ફાયદો થશે. સમગ્ર ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાને 21 દુર્વા અર્પણ કરો. તેનાથી દેવામાંથી મુક્તિ મળશે.
ગણેશ ચતુર્થી 2021 ઉપાય: આ કામ 10 દિવસ કરો, બધા દુ: ખ દૂર થઈ જશે-10 દિવસ સુધી ધાર્મિક વિધિઓ સાથે ભગવાન ગણેશની પૂજા કરો. લાડુનો આનંદ માણો. ગણેશ ચાલીસાનો પાઠ કરો. લીલા વસ્ત્રોનું દાન કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી ધન વધે છે. આર્થિક સ્થિતિ સુધારવા માટે ગણેશ ચતુર્થીના દિવસે લીલા કપડામાં ધાણાનું દાન કરો. મિત્રો તમને જણાવી દઈએ કે વિશ્વા સૌથી મોંધા ગણપતી નું નામ તમે સાંભળ્યું નહિ હોય તો આજે તમને એ પણ જણાવી દઈએ મોંઘા ગણપતી સુરત માં છે જે હીરા સ્વરૂપે બીરાજમાન છે જે બાપા ના દર્શન વિશ્વના મોટા વ્યક્તિઓ પણ કરી ચુક્યા છે. આ ગણપતી કાચા હીરા સ્વરૂપે મળી આવ્યા હતા જે અત્યારે સુરત ના હીરા બજાર માં પૂજવા માં આવે છે. અમેરિકા ના ઉપરાષ્ટ્રપતિ પણ આ બાપા ના દર્શન કરવા માટે મૂર્તિ મગાવેલીછે. ગણપતી બાપા ને અત્યારે તમામ સમાજ પૂજન- અર્ચના કરે છે