ભારત દેશ માં કિન્નરોને સમાજ માં સારું સન્માન મેળેલું છે જેમને સારા પ્રસંગે બોલાવવમાં આવે છે અને એમના આશીર્વાદ પણ લેવામાં આવે છે. તમે ગણી જગ્યા એ જોતા હસો એમને માતાજી તરીકે પણ બોલાવવામાં આવે છે.સારા પ્રસંગે બોલાવીએ તો એમને સારી બક્ષિસ પણ આપવામાં આવે છે પણ હમણાં અમદાવાદમાં એવી ઘટના બની છે જેમાં એક દંપતી કિન્નર ના આશીર્વાદ મેળવવા ભારે પડી ગયા છે જ્યાં એમના બાળકે ને આશીર્વાદ આપવા આવેલા કિન્નરે એવું કંઈક કર્યું જેના લીધે તમે પણ ચકિત થઈ જશો
આ ઘટના માહિતી મુજબ અમદાવાદમાં આવેલ ગોમતીપુર એરિયાનિ છે જ્યાં એક દંપતી ને બાળક નો જન્મ થયો હતો એ વાત ની જાણ કિન્નર ને થતાં કિન્નર આશીર્વાદ આપવા એમના ઘરે પહોંચી ગયો હતો ત્યાં જઈને દંપતી જોડે રૂપિયા 5 હજાર ની માંગણી કરી હતી ત્યારે દંપતી એ પૈસા ના હોવાની ની વાત કરી હતી ત્યારે કિન્નરે મહિલા ને પાણી પીવું છે પાણી પાવો કહેતા મહિલા રસોડા માં પાણી લેવા ગઈ હતી ત્યારેજ કિન્નરે તિજોરી માં પડેલાં સોના-ચાંદી ઘરેણાં અને રકમ લઈને ત્યાથી ફરાર થઈ ગયો હતો
મહિલા ને ખબર ન હતી કે ઘરમાં થી ઘરેણાં ની ચોરી થઈ છે પણ થોડા દિવસ માં કોઈક કામ થી તિજોરી જોઈ હતી તો એમાં તિજોરી માં ઘરેણાં-રોકડ ના દેખાતા તાત્કાલિક કિન્નર વિરુદ્ધ ગોમતીપુર પોલિશ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતીઆ ફરિયાદ ના આધારે પોલીશ રાહુલ (આઇશા) ઉર્ફે રમેશ સોલંકી ની ધરપકડ કરી હતી. જ્યારે કિન્નર ની કડક પૂછપરછ દરમિયાન કિંમરે રોકડ તથા દાગીના ની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું અને બધી વસ્તુઓ ની રિકવરી કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.