મહેનતુ લોકોને જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ જે મહેનતુ હોય અને વિકલાંગ હોય તેમને તેમની જિંદગીમાં ખૂબ જ વધારે ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી જાય છે કારણ કે તેમના પાસે પગ કે હાથ ન હોવાથી તે બરાબર કામ નથી કરી શકતા પરંતુ તે મહેનત કરવાનું નથી છોડતા તે કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરતા રહે છે આજે અહીં એક એવો જ ઉદાહરણ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ.
તે વ્યક્તિનું નામ સવજી છે તે સુરતમાં રહે છે તેમનું મૂળગામ રાજસ્થાન છે તે અહીં છત્રી વેચીને ગુજરાન ચલાવે છે તે બાર મહિના પહેલા પડી ગયા હોવાથી બે લાકડીના સહારે ચાલે છે તેમની ઉંમર ૬૦ વર્ષ છે તેમના પાસે રહેવા માટે ઘર નથી તે ઝૂંપડામાં રહે છે વરસાદની પરિસ્થિતિમાં તેમને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમને એક છત્રીના 200 રૂપિયા મળે છે તેવી રીતે દરરોજની આઠ-દસ છત્રી વેચે છે અને 500 600 રૂપિયા કમાઇને ગુજરાન ચલાવે છે તેમનો પરિવાર પણ છત્રી વેચે છે અને ગુજરાન ચલાવે છે તેમનો એક દીકરો છે જે રાજસ્થાનમાં ખેતીકામ કરે છે.
આ ફાઉન્ડેશન દ્વારા તેમની દરેક છત્રી ખરીદી અને તેમને ૨૦૦ રૂપિયાના ભાવે દરેક છત્રીના પૈસા આપ્યા તે બધી છત્રી જરૂરિયાતમંદ પાસેથી લઇને કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવાનો નિશ્ચય કર્યો આમ પોપટભાઈએ અહીં છત્રીના માધ્યમથી ઘણા લોકોની મદદ કરી અને એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યો.