અયોધ્યામ ભૂમિમાં શ્રી રામનું મંદિર બંધાવાની શરુઆત થઈ છે ત્યાં કરોડોની ખર્ચમાં આ મંદિર બંધાશે પણ ત્યાં બિરાજમાન શ્રીરામ મંદિર નહીં પણ એમની સાથે અન્ય 6 દેવી-દેવતાઓ નું પણ મંદિર હશે શ્રી રામ સાથે અન્ય છ દેવી દેવતાઓના પણ દર્શન કરી શકશો.ઘ ણા વર્ષો પહેલા અહીં શ્રી રામ નું મંદિર હતું ત્યારે ઘણા વર્ષો પછી શ્રીરામના મંદિરનું નિર્માણ કરોડના ખર્ચે થઈ જવા રહી છે એમની સાથે ગણેશ, સૂર્ય ,શિવ,બ્રહ્મા, વિષ્ણુ , મહેશ ના પણ દર્શન કરવા મળશેઆમ તો રામ મંદિરની બાહ્ય પરિધિ પણ પરિસરમાં ભગવાન રામની પૂજા તેમજ આ દેવોની પૂજા પણ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.
એક માહિતીના જણાવ્યા અનુસાર રામ મંદિરના પાયાનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. તે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. મંદિરના નિર્માણમાં પથ્થરોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. આ માટે મંદિર પરિસરમાં ચાર અલગ અલગ જગ્યાએ ચાર ટાવર ક્રેન લગાવવામાં આવશે. 1,20,000 ચોરસ ફૂટ અને 50 ફૂટ ખાડા ખોદાયેલા પાયાનો વિસ્તાર ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.આ મન્દિર કરોડો ના ખર્ચે બની રહ્યું છે.
તેમણે કહ્યું કે મંદિર ટ્રસ્ટે ફાઉન્ડેશન માટે ચાર વધારાના સ્તરો બાંધવાનું નક્કી કર્યું છે જેથી ફાઉન્ડેશન દરિયાની સપાટીથી 107 મીટર ઉપર લાવી શકાય.અગાઉ ફાઉન્ડેશનમાં જ્યાં ભરણ સામગ્રીનો ઉપયોગ 44 સ્તરોમાં થવાનો હતો, હવે તેને વધારીને 48 સ્તરો કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશન ભરવાનું પૂરું થયા પછી, સાત ફૂટના તરાપાનું કાસ્ટિંગ ફરીથી કરવામાં આવશે. આ કાસ્ટિંગ કોંક્રિટમાંથી કરવામાં આવશે જેમાં સિમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી સિમેન્ટનો ઉપયોગ એન્જિનિયર્ડ ફીલ્ડ મટિરિયલ તરીકે થતો ન હતો, પરંતુ પથ્થરની ધૂળ અને ફ્લાય એશનો ઉપયોગ થતો હતો.