કહેવાય છે કે સફળતા અને મોત બંને ઉંમરના મહોતાજ નથી હોતા જેમ નાની ઉંમરે વ્યક્તિ મોટી મોટી સફળતા પ્રાપ્ત કરે છે એવી જ રીતે નાની ઉંમરમાં જ તેનું મૃત્યુ પણ થઈ શકે છે.દુનિયામાં ઘણા એવા લોકો છે જેમને હજુ તો સફળતાનો સ્વાદ ચાખવાની શરૂઆત જ કરી હોય ત્યાં જ પ્રભુએ એમનું જીવન ટૂંકાવી દીધું હોય.
હાલમાં આવા જ એક વ્યક્તિનો કિસ્સો સામે આવ્યો છે.આ વ્યક્તિ બીજુ કોઈ નહિ પણ જાણીતો યુ ટ્યુબર દેવરાજ પટેલ છે.દિલ સે બુરા લગતા હૈ ભાઈ.ડાયલોગથી સોશિયલ મીડિયામાં જાણીતા બનેલા દેવરાજ ને પણ ભગવાને ખૂબ જ નાની વયે આપણી પાસેથી છીનવી લીધો છે.
હાલમાં સામે આવેલ ખબર અનુસાર દેવરાજ અને તેમના મિત્રનો રાયપુરમાં અકસ્માત થયો ગત ૨૬ જૂને દેવરાજ તેના મિત્ર સાથે વિડિયો શૂટ કરી પરત ફરી રહ્યા હતા તે સમયે સ્પીડ માં આવેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી આ ઘટના બાદ દેવરાજ નું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.સાથે જ તેમના મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી.
વાત કરીએ દેવરાજની લોકપ્રિયતા અંગે તો ૨૨ વર્ષીય યુ-ટ્યુબર કૉમેડિયનના લગભગ ૪ લાખ સબસ્ક્રાઇબર્સ હતા. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેમના ૫૭ હજાર ફોલોઅર્સ હતા. તેમનો સૌથી પ્રખ્યાત ડાયલૉગ દિલ સે બુરા લગતા હૈ ભાઈ.. હતો, જેણે તેમને નામના અપાવી હતી અને દેશભરમાં જાણીતા બન્યા હતા. તેમનો આ વિડીયો બે-ત્રણ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો, જેની ઉપર પછીથી ઘણાં મીમ્સ પણ બન્યાં હતાં.
આ ઉપરાંત, દેવરાજ પટેલે યુ-ટ્યુબર ભુવન બામની વેબ-સિરીઝ ઢિંઢોરામાં પણ કામ કર્યું હતું. જેમાં પણ તેમના વિશેષ ડાયલોગે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું હાલમાં દેવરાજના અવસાન પર છતિસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ દેવરાજ સાથેનો પોતાનો વિડિયો શેર કરી તેમના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
વિડિયો શેર કરતા તેમને લખ્યું દિલ સે બુરા લગતા હૈથી કરોડો લોકો વચ્ચે જગ્યા બનાવનારા અને આપણને હસાવનારા દેવરાજ પટેલ આજે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા આ બાળવયે અદભુત પ્રતિભાની ક્ષતિ દુઃખદ છે. ઈશ્વર તેમના પરિવાર અને ચાહનારાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ.