સાઉદી અરબમાં એક ઊંટની કિમત એટલી ઊંચી બોલાઈ છેકે તેને તમે વિચારી પણ નહીં શકો આ દુનિયાનો સૌથી મોંઘો ઊંટ બતાવાઈ રહ્યો છે તમને જાણીને નવાઈ લાગશે આ ઊંટ 7 મિલિયન સાઉદી રિયાલ એટલે કે ભારતીય રૂપિયામાં તે લગભગ 14 કરોડ 23 લાખ રૂપિયામાં વેચાયો છે ગલ્ફ ન્યૂઝની એક રિપોર્ટ મુજબ.
સાઉદી અરબમાં આ ઉંટની જાહેરમાં હરાજી કરવામાં આવી હતી હરાજીનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં ઊંટની હરાજી થતી જોવા મળી રહી છે જણાવી દઈએ આ ઊંટની હરાજી પહેલા 10 કરોડ 16 લાખ રાખવામાં આવી હતી પરંતુ છેલ્લે 14 કરોડ 23 લાખમાં નક્કી કરવામાં આવેછે આ ઊંટની હરાજીનો વિડિઓ સોસીયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.
આટલી ઊંચી કિંમતે ઊંટ ખરીદનાર વ્યકિનું નામ જાહેર કરાયું ન હતું સાઉદી અરબમાં વેચાયેલ આ ઊંટની ગણનાં શ્રેષ્ઠ ઉંટમાં થાયછે આ ઊંટ તેની ખાસ સુંદરતા અને વિશિષ્ટતા માટે વિશ્વભરમાં જાણીતો છે દુનિયામાં આ જાતિના ઊંટ ભાગ્યેજ જોવા મળે છે જણાવી દઈએ સાંઉદી અરબમાં વિશ્વનો સૌથી મોટો ઊંટનો મેળો પણ ભરાય છે.