આજના વ્યક્તિને પાડોશમાં રહેતા વ્યક્તિ વિશે કે તેના ઘર પરિવાર વિશે તો ઘણી જાણકારી હોય છે, પરંતુ પોતાના ઘરમાં શું ચાલી રહ્યું છે, એ વિશે ભાગ્યે જ ખબર રહેતી હોય છે. હાલમાં આપણા ભારતવાસીઓની હાલત પણ આવી જ કઈ જોવા મળી રહી હોય એવું લાગી રહ્યું છે.
ભારત વાસીઓને પાડોશમાં આવેલા પાકિસ્તાન દેશમાં શું ચાલી રહ્યું છે તે દેશ પર કેટલું દેવું છે અને કઈ બેંકનું દેવું છે તે અંગે તો જાણકારી હશે પરંતુ પોતાના ભારત દેશ પર હાલમાં કેટલું દેવું છે? અને કઈ બેંકનું દેવું છે? તે અંગે કોઈ જ જાણકારી નહિ હોય ખરું ને? તમે કહેશો કે અમે જાણીએ છીએ કે ભારત પર કરોડો રૂપિયાનું દેવું છે. તમારી જાણકારી એકદમ સાચી છે. પરંતુ તમે જાણો છો ભારત પર હાલમાં આંકડાકીય રીતે કેટલાક કરોડનું દેવું છે? અને જો તે દેવું ન ચૂકવી શકાયું તો શું પરિસ્થતિ આવી શકે છે?
હાલમાં સામે આવેલી આંકડાકીય માહિતી અનુસાર,દેશ પર ૨૦૫ લાખ કરોડ નું દેવું હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ગયા જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા મુજબ દેશનું કુલ દેવું ૨૦૫ લાખ કરોડ છે.આ પહેલા જાન્યુઆરી થી માર્ચ ક્વાર્ટર ની વાત કરીએ તે સમયે ભારતનું દેવું ૨.૩૪ ટ્રિલિયન એટલે કે ૨૦૦ લાખ કરોડ હતું.
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર ભારત દેશનું સપ્ટેમ્બર ક્વાટર નું દેવું ૧.૩૪ લાખ કરોડ એટલે કે ૧૬૭.૧લાખ કરોડ હતું અને માર્ચમાં ૧.૬લાખ કરોડ એટલે કે ૧૫૦.૪ લાખ કરોડ જેટલું વધ્યું છે. હાલમાં કેન્દ્ર સરકાર પર ૧૬૧.૧ લાખ કરોડનું દેવું છે. આ વધતા જતા દેવાને લઈને આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી તેમને કહ્યું હતું કે ભારતનો દીવો તેના કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે જીડીપી કરતા ૧૦૦%થી વધુ છે.
જોકે સરકાર દ્વારા આઈએમએફની આ વાતને નકારવામાં આવી હતી આ માહિતી જોયા બાદ એટલું કહી શકાય કે, બીજાના ઘરની પરવાહ કર્યા વિના પહેલા પોતાનું શું થશે એ અંગે જ વિચાર જોઈએ.