તમે જાપાનની ટેકનોલોજી વિશે તો ઘણું જ સાંભળ્યું હશે.જાપાન દેશમાં ભૂકંપ સામે રક્ષણ ની પદ્ધતિ, તે દેશની ઊંચી ઇમારતો,ત્યાંના ઘર, ત્યાંની કાર વિશે તમે અનેક પુસ્તકમાં કે સમાચારોમાં સાંભળ્યું જ હશે. આ ઉપરાંત તમે એ પણ જાણતા હશો કે જાપાન દેશમાં જાહેર શૌચાલય કેટલા આધુનિક છે. ત્યાંના જાહેર શૌચાલયના દરવાજા પારદર્શક છે,જો કે શૌચાલયની અંદર જઈ સ્વીચ દબાવતા જ આ દરવાજા પર એક પ્રકારની જાડી દિવાલ બની જાય છે જેને કારણે અંદર બેઠેલા વ્યક્તિને જોઈ શકતો નથી.
આ ઉપરાંત તમે એ પણ જાણતા હશો કે એના શૌચાલયમાં રાખવામાં આવેલ કમોડ પણ સ્વીચથી ખુલતા અને બંધ થતા હોય છે પરંતુ શું તમે એ જાણો છો કે અત્યાધુનિક ટેકનોલોજીને કારણે વિશ્વભરમાં જાણીતો બનેલ જાપાન દેશમાં પ્રેમિકા પણ ભાડે મળી રહે છે? આશ્ચર્ય થયું ને? આવું કેવું? પ્રેમ તો કોઈ ધંધો થોડી છે અને કોઈને પણ પ્રેમિકા થોડી બનાવી શકાય તે વ્યક્તિ કેવી હોય કેવી નહિ આપણને થોડી ખબર હોય? તમારી વાત તદ્દન સાચી છે.
પરંતુ પેલું કહેવાય છે ને ન મામા કરતા કાણો મામો સારો. જેને કોઈ મળતી ન હોય તેની માટે તો આ એક વરદાન જ ગણાય ને? જો કે તમને જણાવી દઈએ કે જાપાનમાં ભાડેથી પ્રેમિકા મેળવવા માટે પણ તમારે ઓનલાઇન વેબસાઈટ પર તેનું બુકિંગ કરાવવું પડે છે. સરકારી કે પ્રાઇવેટ વેબસાઈટ પર તમે કોઈપણ યુવતીની પસંદ નાપસંદ તેમજ તેનું ચહેરો જોઈને તેને પોતાની માટે બુક કરી શકો છો.
સારી વાત તો એ છે કે અત્યારની સવાલો કરતી પ્રેમિકાની જેમ આ ભાડા પર લાવેલી પ્રેમિકા તમને કોઈપણ પ્રકારના સવાલો કરતી નથી.તે માત્ર તમે પૂછેલા સવાલોના જવાબ આપે છે. સાથે જ તમારે તેને મોંઘી ગિફ્ટ પણ આપવી પડતી નથી. કારણ કે તેને કંપની દ્વારા પૂરતો પગાર આપવમાં આવતો હોય છે જેને લીધે તે ગિફ્ટ માંગતી કે સ્વીકારતી નથી. તમને થશે કે આ તો ફાયદો જ ફાયદો, ખર્ચો ૧૦, ૦૦૦ રૂપિયા અને જલસા જ જલસા.
મનના બધા જ અભરખા પૂરા કરી લેવાના એ પણ કોઈપણ કચકચ વિના જો તમે પણ આવો વિચાર કરી રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે આ પ્રેમિકા સાથે તમે હાથમાં હાથ નાખી ફરી શકો છો, તેને તમારા હાથે જમાડી શકો છો પરંતુ તેની સાથે કોઈપણ પ્રકારની હદ પાર કરી શકતા નથી તમે પણ જો જાપાન જવાના હોય અને જો તમે સિંગલ હોય તો એકવાર કોઈ વેબસાઈટ પર આ વાત અજમાવી જોજો.