પાલનપુરની યાના પટેલે યોગામાં અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. 13 વર્ષીય યાના પટેલે સાત વર્ષની નાની ઉંમરથી જ ડાન્સ શીખવાની શરૂઆત કરી હતી. કોરોના કાળમાં યોગ તરફ તેઓ વળ્યા અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક રેકોર્ડ સર્જ્યા. 2023 ની સૂર્યનમસ્કાર સ્પર્ધામાં 15 લાખ સ્પર્ધકોને હરાવી પ્રથમ નંબરે વિજેતા બની હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને 2.5 લાખ રૂપિયાનું ઇનામ પણ મેળવ્યું હતું. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોધાવ્યું જેની સાથે ગુજરાત સરકારે તેને બેટી બચાવો બેટી પઢાવો અને બનાસકાંઠાની બ્રાન્ડ એમ્બેસેડર જાહેરકરી છે.
યાનાની સફળતા પાછળ તેના પરિવારનું બલિદાન અદભુત છે. માતાએ પોતાના શોખ અને શિક્ષકની નોકરીની વચ્ચે YouTube થી યોગ શીખીને દરરોજ બે કલાક યાનાને પણ શીખવ્યું જ્યારે તેના પિતાએ પ્રોફેસરની નોકરી છોડી સ્પર્ધાઓમાં તેની સાથે દોડ્યા.
જેના પરિણામે યાનાએ ખેલ મહાકુંભજીવાયએસએ અને નેશનલમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા અને હવે એશિયન ગેમ્સમાં ભારતનો તિરંગો લહેરાવવાનું તે સ્વપ્ન જુએ છે જે યુવાનો માટે પ્રેરણાદાયી છે. જેમાં મેં પાર્ટીસિપેટ કર્યું અને બીજા રેન્ક પર વિજેતા થઈ અને તેના પછી મહેસાણા કડી ગાંધીનગર જેવી અલગ અલગ જગ્યામાં ઘણીબધી ડાન્સ કોમ્પિટિશન થતી હતી તેમાં મેં પાર્ટીસિપેટ કરતી હતી અને વિજેતા બનતી મુંબઈ સુપર ડાન્સર ડીઆઈડી અને ડાન્સ દિવાની જેવા રિયાલિટી શોમાં હું કોલિંગ ગ્રાઉન્ડ સુધી પહોંચીને આવી છું. મારી મમ્મી જ પછી મારી યોગ ગુરુ બની
તે જ મને અત્યારે યોગ શીખવે છે મારી ભણવાનું અભ્યાસનું બધું જ ધ્યાન પણ મારી મમ્મી જ રાખે છે 2024 માં સૂર્યનમસ્કારની એક સ્પર્ધા આવી જેમાં મેં પાર્ટીસિપેટ કર્યો અને તેમાં કુલ 15 લાખ જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો અને તેમાં હું પ્રથમ સ્થાન પર વિજેતા થઈ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હસ્તે મને2,50,000 નું ઇનામ પણ મળ્યું હતું હાલે હું 13 વર્ષની છું
અને આઠમાં ધોરણમાં ભણી રહી છું. મારું ભણવાનું સંપૂર્ણ ધ્યાન મારી મમ્મી જ રાખે છે અને હું જ્યારે ફ્રી હોવ ત્યારે હું મારા મમ્મીને ઘર કામમાં મદદ કરાવું છું. મેં મારું વાઈ ડાન્સ સ્ટુડિયો ચાલુ કર્યું છે વાઈ ડાન્સ સ્ટુડિયો ક્લાસ ચાલુ કર્યા છે જેમાં મારા ડાન્સ ગુરુ યસ સર અને હું બંને મળીને એ ક્લાસ ચાલી આવીએ છીએ એટલે યાનાને પાછળ મેં પોતે યોગની ટ્રેનિંગ
હું પોતે યોગની ટ્રેનિંગ લીધેલી નથી પણ છતાય હું YouTube પરથી યોગનું જ્ઞાન મેળવી અને યોગના આસનો કઈ રીતે સરળ રીતે કરી શકાયએનું જ્ઞાન મેં જાતે મેળવ્યું અને યાનાને બધી માહિતી પૂરી પાડી અને ધીરે ધીરે યાનાને બધા જ યોગ મેં જાતે શીખવ્યા છે અને અત્યારે યાના જે સ્ટેટ લેવલ સુધીમાં પહોંચી છે એ બધું જ હું મારી મહેનતના આધારે એને ત્યાં સુધી પહોંચાડી છે એક આકાશ સરનો સહારો મળ્યો એમને બે મહિના પોતે અહીયા યોગ શીખવાયા આનાને પછી એમને જોબના રૂટીન કારણો સર એ પોતે અહીંથી એમને એવું થયું કે મારે જોબના કારણે હું નહીં આવી શકું પછી એની મમ્મીએ એને પોતે જ યોગનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું YouTube પરથી રોજ જે બે કલાક યોગના જુદા જુદા આસનોની માહિતી મેળવતી અને યાનાને બીજાદિવસે એને ટ્રેનિંગ આપતી શીખવતી સ્ટ્રેચિંગ પાવર ડાયટનું પણ એની મમ્મી એટલા લેવલે ધ્યાન રાખે છે કે એને રોજ કયા કઠોળનો ખોરાક લેવો કયું ફ્રુટ લેવું બધું જ ધ્યાન રાખે છે એટલે એની મમ્મીનો તો ગજબનો રોલ છે અને એક માં 100 શિક્ષકની ગરજ સારે એવું એને સાકાર કરી બતાવ્યું