Cli
કપીલ શર્મા પર WWE ના રેશલર સૌરભ ગુર્જર થયા ગુસ્સે, આપી ખુલ્લેઆમ ચેતવણી...

કપીલ શર્મા પર WWE ના રેશલર સૌરભ ગુર્જર થયા ગુસ્સે, આપી ખુલ્લેઆમ ચેતવણી…

Bollywood/Entertainment Breaking

WWE ના પોતાના દેખાવ અને શાનદાર પ્રદર્શન થી ખુબ લોકપ્રિયતા ધરાવતા રેશલર સૌરભ ગુર્જર ફેમસ કોમેડિયન બોલીવુડ અભિનેતા કપીલ શર્મા પર ભડકી ઉઠ્યા છે એક પહેલવાન અને એક કોમેડિયન પહેલી વાર ટકરાયા છે સૌરભે કપિલને ખોટો પણ કહી દિધો છે ગુસ્સા માં આવીને સૌરભે દુનિયાની સામે કપિલ શર્મા ની પોલ ખોલી દીધી છે.

કપિલ શર્મા અને તેમનો રિયાલિટી શો હંમેશા ચર્ચાઓમાં રહે છે કપિલ શર્મા શોને લઈને ઘણીવાર વિવાદ થતા જોવા મળ્યા છે પરંતુ આ પહેલીવાર જોવા મળ્યું છે કે એક પહેલવાને કપિલ શર્મા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે સમગ્ર ઘટના અનુસાર ધ કપિલ શર્મા શોમાં તાજેતરમાં પોસ્ટ પોસ્ટમોર્ટમ શો ચાલી રહ્યો છે જેમાં ધ કપિલ શર્મા.

રિયાલિટી શોમાં આવતા સેલિબ્રિટીઓની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ચેક કરવામાં આવે છે અને તેમની પોસ્ટ માં આવેલી લોકોની કમેન્ટ ને વાચંવામા આવે છે તાજેતરમાં જ કેવી રીતે કપિલ શર્માએ રણબીર કપૂર અને સૌરભ ગુર્જર સાથે પણ કર્યું પરંતુ એના પર વિવાદ સર્જાયો અને કપિલ શર્મા ફરી વિવાદોમાં આવી ગયા સૌરભે રણબીર કપૂર સાથે તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં કામ કર્યું હતું.

સૌરભે દાવો કર્યો કે કપિલ શર્મા અને તેમની ટીમે તેમની અને રણબીર કપૂરની તસવીર પર જે કમેન્ટ દેખાડી છે તે ફેક છે સૌરભ ગુર્જરે જણાવ્યું કે રણબીર કપૂર અને તેમની પોસ્ટ પર કપીલ શર્મા એ અને તેમની ટીમે પહેલા નકલી કમેન્ટ લખી અને ત્યારબાદ તેને પોસ્ટ પોસ્ટમોર્ટમ સેટ પર એવી રીતે દેખાડી કે જે કમેન્ટ.

યુઝર્સ એ કરેલી હોય સૌરભ ગુર્જરે કપીલ શર્મા શો પર નારાજગી વ્યક્ત કરી અને તેને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું અને કપીલ શર્મા ને મેન્સન કરી લખ્યું કે કપીલ શર્મા તમે સારા વ્યક્તિ છો લોકોને હસાવો છો પરંતુ તમે અને તમારી ટીમ મળીને ખોટી કમેન્ટ કેવી રીતે દેખાડી શકો કોઈના સોશિયલ મીડિયા પર જે બિલકુલ સ્વિકારી ના શકાય એમ લખીને ગુસ્સો કરતી ઈમોજી પેસ્ટ કરી હતી.

ત્યારબાદ જય હિન્દ લખ્યુ હતું સૌરભ ગુર્જર ના ઈન્સ્ટાગ્રામ પર રણબીર કપૂર સાથે શેર કરેલી તેમની તસવીર પર એવી કોઈ કૉમેન્ટ જોવા મળી નહોતી જે કપીલ શર્મા ના શો માં દેખાડવામા આવી પરંતુ આ મામલે હજુ સુધી પણ કપિલ શર્માનું કોઈ નિવેદન સામે આવ્યું નથી પહેલવાન સૌરભ ગુર્જર ની વાતનો હજુ સુધી કોઈએ જવાબ નથી આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *