મિત્રો ઘણા ગરીબ લોકોને રસ્તામાં ફળ વેંચતા જોયા હશે પરંતુ આજે આપણે એવા વ્યકિની વાત કરીશુ 87 વર્ષના દાદા જેઓ 17 લાખની કાર લઈને રસ્તા ઉપર ફ્રૂટ વેચવા માટે આવે છે મિત્રો રોડ ઉપર તમે ઘણા ફેરિયાઓને વેચાણ કરતા જોયા હશે પરંતુ આ 87 વર્ષના કરોડપતિ દાદા હાઈવેની સાઈડમાં સીતાફળ વહેંચતા પહેલી વાર સાંભળશો.
ભાવનગર અને તળાજા હાઇવે ઉપર કોબડી ગામ આવેલું છે ત્યાં માધાપરની સામે આ દાદા પોતાની 17 લાખની એક્ષયુવી ગાડી લઈને સીતાફળ વહેંચવા આવે છે દાદાનું નામ ગીલાભાઇ છે અને તેઓ છેલ્લા 15 વર્ષથી સીતાફળ વહેંચે છે દાદાનો આ ધન્ધો વર્ષો જૂનો હોવાનું જણાવ્યું હતું.
ચેનલના એક ઇન્ટરવ્યૂ દરમિયાન દાદાએ જણાવ્યું હતું કે એમના ફાર્મમાં સીતાફળ અને દાડમની ખેતી કરેલી છે બંને સીઝન પ્રમાણે તેઓ વેપાર કરે છે મિત્રો ગુજરાત તો નહીં પરંતુ પુરા ભારતમાં આ દાદા એક એવા હશે જેઓ પોતાની 17 લાખની ગાડીમાં આ રીતે ફ્રૂટ વહેંચતા હોય મિત્રો તમે પણ અહીં દાદાના સીતાફળ ખરીદવાનો મોકો અચૂક મેળવી શકો છો.