બોલીવુડ કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાન જેઓ પોતાના 90ના દશકાથી આજ સુધી દમદાર હીટ ફિલ્મો આપીને પોતાના બેસ્ટ અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેઓના મન્નત બંગલાની સામે કાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં ભિડ એકત્ર થઈ ગઈ અને પોલીસનો કાફલો ખડકાઈ ગયો આ દરમિયાન શાહરુખ ખાનને.
મજબૂર થઈને પોતાના મન્નત બંગલાની બાલ્કની આવવુ પડ્યુ કારણ એક માત્ર હતું કે બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન નો બર્થડે હતો રસ્તા પર ટ્રાફિક જામ કરીને હેપ્પી બર્થડે ના બેનર સાથે મોબાઈલ ફ્લેસ લાઈટ સાથે હજારો લોકો શાહરુખ ખાન ના નામની બુમ પાડીને શાહરુખ ખાન ને બહાર આવવા કહી રહ્યા હતા.
આ દરમિયાન શાહરુખ ખાન નાઈટ ડ્રેસ માં જ બાલ્કની માં આવ્યા ને લોકોની ભિડે સીટીઓ મારીને સ્વાગત કર્યું ચાહકો તેમની બાલ્કની માં ગિફ્ટ ફેકંતા પણ જણાયા શાહરુખ ખાને હાથ જોડીને હાથ હલાવી ને ફ્લાઈગ કીસ સાથે ચાહકોના આ પ્રેમ પર આભાર વ્યક્ત કર્યો આ દરમિયાન શાહરુખ ખાન ના નામના મોટા બલુન પણ ફેન્સે ઉઠાવ્યા હતા.
જેમાં શાહરૂખ ખાન ની આવનારી ફિલ્મ પઠાન જે આવનાર વર્ષ 2023 માં 25 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવાની છે અને ફિલ્મ જવાન જે 2 જુન 2023 ના રોજ રીલિઝ થવાની છે તેના ફર્સ્ટ લુક પોસ્ટર બલુનમા છાપેલા હતા અને એક તરફ કિગંખાન લખીને શાહરુખ ખાન ની તસ્વીર લગાવેલી હતી આ માહોલ એટલો તંગ હતો કે તેને કાબુ કરવા.
પોલીસ ની ઘણી બધી ગાડીઓ આવી પહોંચી હતી અને ટ્રાફિક જામ રસ્તાને ખાલી કરાવી ને ફેન્સ ને શાંતિ થી ઉભા રહેવા જણાવ્યું હતું બોલીવુડ અભિનેતા શાહરુખ આ દિવસોમાં પણ એટલી લોકપ્રિયતા ધરાવે છેકે બોલીવુડ માં કોઈ જ એવો અભિનેતા હસે કે જેના ઘેર મધ્ય રાત્રીના સમયે આટલી ભિડ ઘેર આવી રીતે શુભેચ્છાઓ આપવા આવે.