શોલે ફિલ્મના વીરુ અને બસંતી એટલે કે ડ્રીમ ગર્લ હેમામાલિની અને ધર્મેન્દ્રની જોડીને નાપસંદ કરનાર વ્યક્તિ તમને ભાગ્યે જ મળશે એક સમયે સાથે ફિલ્મો કરનાર આ જોડી આજે પણ ધર્મેન્દ્ર અને હેમામાલિનીના ચાહકોમાં એટલી જ લોકપ્રિય છે એ વાત તો બધા જ જાણે છે કે ધર્મેન્દ્રના હેમામાલિની સાથે બીજા લગ્ન હતા.
એ વાત પણ તમને ખબર જ હશે કે બોલીવુડની ડ્રીમ ગર્લ હેમામાલિનીના ચાહકોમાં ધર્મેન્દ્ર સિવાય પણ અનેક અભિનેતાનો સમાવેશ થાય છે જેમના મનમાં હેમામાલિની સાથે લગ્ન બંધનમાં બાંધવાની ઈચ્છા હતી પરતું આજે અમે તમને હેમામાલિનીના એક એવા ચાહક વિશે જણાવીશું જેઓ એક ક્રિકેટર હતા અને તેમને જાહેરમાં જ હેમામાલિની ને પ્રેમ કરતા હોવાની કબૂલાત પણ કરી હતી.
આ ક્રિકેટરનું નામ છે એસ વેંકટ રાઘવન જેઓ એક આયંગર પરિવારમાં જન્મ્યા હતા ક્રિકેટર એસ વેંકટ રાઘવને એક વાર જાહેરમાં જ પોતાના પ્રેમની કબૂલાત કરી હતી તેમને કહ્યું હતું કે તે હેમામાલિનીની સુંદરતાથી પ્રભાવિત છે અને તેને પોતાની જીવનસાથી બનાવવા માંગે છે.
જો કે જાહેરમાં પ્રેમની કબૂલાત કર્યા બાદ પણ ક્રિકેટર એસ વેંકટ રાઘવને નિરાશા જ હાથ લાગી હતી કારણ કે હેમામાલિની પોતાનું દિલ અભિનેતા ધર્મેન્દ્રને આપી ચૂકી હતી અને વર્ષ ૧૯૮૦માં ધર્મેન્દ્ર સાથે લગ્ન પણ કરી લીધાં હતાં.
ઉલ્લેખનિય છે કે ફિલ્મોમાં આવ્યા પહેલાં જ ધર્મેન્દ્રના લગ્ન પ્રકાશ કૌર નામની યુવતી સાથે થઈ ગયા હતા અને ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના ચાર બાળકો હતા સની દેઓલ બોબી દેઓલ અજિત વિજતાં જેમાં સની દેઓલ અને બોબી દેઓલ હાલમાં પણ બોલીવુડમાં કાર્યરત છે તો આવી રીતે ગણા દિવાના હતા હેમા માલિનીના પણ દર્મેન્દ્ર બાજી મારી અને કરી લીધા તેમની જોડે લગ્ન.