નેહા કક્ક્ડ અને એમના પતી રોહન પ્રીતને લઈને અત્યારે એક મોટી ખબર આવી રહી છે હિમાચલ પ્રદેશના એક હોટેલમાં રોકાયેલ નેહા અને રોહનના રૂમમાં ચોરે હાથફેરો કરી લીધો રોહન પ્રીતની એપ્પલની ઘડિયાળ આઈફોન અને હીરાથી જડેલ વીંટી ચોરી થઈ ગઈ છે ચોરીથી પુરી હોટેલમાં હડકંપ મચી ગયો છે.
પોલીસ આ મામલે તપાસે લાગી છે હકીકતમાં રોહન અને નેહા હિમાચલ પ્રદેશના મંડીમાં પહોંચ્યા હતા અહીં એ લોકો એક હાઈફાઈ હોટેલમાં રોકાયા હતા રાતભર હોટેલમાં આરામ કર્યા બાદ જયારે સવારે એમની નજર ટેબલ પર પડી તો ત્યાંથી એમનો સામાન ગાયબ થઈ ગયો હતો લાંબા સમય સામાન ગોત્યા પછી જયારે.
સામાન ન મળ્યો તો નેહા ઘબરાઈ ગઈ અને એમણે મોડું કર્યા વગરજ એમણે પોલીસને જાણ કરી દીધી મામલો હાઈપ્રોફાઈલ હતો એટલે પોલીસની એક ટિમ ફટાફટ હોટેલના રૂમમાં પહોંચી ગઈ પરંતુ નવાઈની વાત એ હતી કે નેહા અને રોહન પોતાનો રૂમ અંદરથી લોક કરીને સુતા હતા એમની હાજરીમાં ચોર રૂમમાં આવ્યો અને સામાન ચોરી ગયો.
રોહનનો ફોન અને ઘડિયાળ તો 2 લાખની છે પરંતુ હીરાની વીંટી મોંઘી બતાવાઈ રહી છે પોલીસ હવે હોટેલના કર્મચારીઓ થી પુછતાજ કરી રહી છે હોટેલમાં લાગેલ સીસીટીવી કેમરાને પણ ચેક કરવામાં આવી રહ્યા છે શક એ કહેવાઈ રહ્યો છેકે હોટેલના કોઈ કર્મચારીએ જ હાથ ફેરો કરી લીધો છે અહીં આ મામલે વધુ તપાસ ચાલુ કરી દીધી છે.