Cli

આચાર્યના સેટ પર જયારે પિતા ચિરંજીવીના ગળે લાગીને રડી પડ્યા RRR ના સ્ટાર રામચરણ…

Bollywood/Entertainment Breaking Life Style

રાજામૌલીની RRR ની જબરજસ્ત સફળતા બાદ હવે સાઉથના સ્ટાર રામચરણ એમની આવનાર ફિલ્મ આચાર્યને પ્રમોટ કરી રહ્યા છે અત્યારે તો તેઓ અયપ્પા દીક્ષા લીધેલ છે પરંતુ જ્યાં પણ તેઓ જાય એમની ફિલ્મ આચાર્યનું પ્રમોશન કરવાનું નથી ભૂલી રહ્યા ફિલ્મમાં રામચરણ એમના પિતા ચિરંજીવી સાથે જોવા મળશે.

હાલમાં મીડિયાથી વતા કરતા રામચરણે જણાવ્યું કે એમણે પિતા સાથે ફિલ્મ આચાર્યના શૂટિંગ દરમિયાનની એ ક્ષણોને સાચવીને રાખી છે જણાવી દઈએ કોરટલા શિવા દ્વારા નિર્દેર્શિત ફિલ્મ આચાર્યના શૂટિંગ દરમિયાન એક એક મિનિટ પિતા ચિરંજીવી સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો છે આમ તો તેઓ ફિલ્મોના.

સિડ્યુલમાં વ્યસ્ત હોવાના કારણે ખાસ પિતા સાથે સમય વિતાવવાનો સમય ન મળતો પરંતુ આચાર્ય ફિલ્મમાં પિતા અને પુત્ર સાથે હોવાથી બંનેને લાંબા સમય બાદ સાથે રહેવાનો મોકો મળ્યો એ દરમિયાયનની એક તસ્વીર સામે આવી છે જેમાં પિતા ચિરંજીવી પુત્ર રામચરણને ગળે લગાવીને કિસ કરતા જોવા મળી રહ્યા છે.

અહીં રામચરણે મીડિયાથી વાત કરતા જણાવ્યું કે પિતાએ મને કહ્યું કે આવી ક્ષણોને બીજીવાર કયારેય નહીં આવે અત્યારે સાથે સમય વિવાંતાનો સમય સારો છે એટલે આ સમયને હું સાચવવા માંગુ છું જેના બાદ કેટલીક તસ્વીર પણ લીઘી અને એ સમયે પિતા અને હું રડી પડ્યા હતા અત્યારે આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *