whatsapp માં એક નાનકડી ભૂલના કારણે પણ તમેં છેતરાઈ શકો છો તમને જાણતા હશો કે અત્યારે ભારત દેશમાં ઘણા બધા ઓનલાઈન છેતરવાના કિસ્સાઓ ચાલી રહ્યા છે જેમાં ઘણી વાર તમારા બેન્ક ના મેસેજ અથવા બેંકમાં થી બોલું છું એવું કહીને ઘણીવાર તમને છેતરતા હોય છે. આવું જ એક ફ્રોડ ગ્રુપ સાયબર સિક્યુરિટી વેરિફિકેશન ના નામે છેતરવાના ધંધા કરી રહ્યું છે.
મિત્રો તમને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ માં ઘણા બધા છેતરવાના ધંધા ચાલી રહ્યા છે જેમાં ઘણા બધા ઓનલાઈન છેતરાઈ જતા હોય છે. આવા સમયે એક નવું ફ્રોડ ગ્રુપ આવ્યું છે જે whatsapp વેરિફિકેશન કોડ મોકલી ને છેતરવામાં ધનધા કરી રહ્યું છે આવા ફ્રોડ કેશ થી કઈ રીતે તમે તેનાથી બચી શકશો જાણો.
આ વેરિફિકેશન કૌભાંડ ઘણા લોકોને નુકશાન પહોંચાડી રહ્યું છે આ ગ્રુપ છેલ્લા કેટલાય સમયથી એક મેસેજ મોકલીને વેરિફિકેશન ના નામે લોકોને લૂંટવાના ધંધા કરી રહ્યું છે જે સ્કેમર પરિવાર ના અથવા મિત્રના નામે ફેક એકાઉન્ટ બનાવી ને કોડ મોકલી ને લોકો ને લૂંટી રહ્યું છે.
આ કૌભાંડ કઈ રીતે થાય છે? એ કૌભાંડ માં તમારા વોટ્સએપ માં 6 આંકડા નો નમ્બર આવે છે જેમાં લખેલ હોય છે કે કોડ ક્યાંય સેર કરશો નહિ થોડી વાર રહી તમારા સગા અથવા કોઈ મિત્ર ના વોટ્સએપ થી કોડ આવે છે જેમાં તમને કજે છે કે વોટ્સએપ વેરીફીકેશન કોડ ભૂલ થી આવી ગયો છે તો કોડ મને આપ જો તમે એ કોડ ભૂલ થી આપી દેશો તો તમે છેતરાઈ જશો અને આ જે કોડ આવે છે એ કૌભાંડ એક નો ભાગ છે તો મિત્રો તમને જણાવી દઈએ કે વોટ્સએપ એવી રીતે બીજા માં વોટ્સએપ માં કોડ મોકલતું નથી તો તમારે આવા ફ્રોડ લોકો થી સાવધાન રહેવું.