કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નના એક દિવસે વીત્યા પછી સલમાન ખાનના ઘરવાળાએ તેના પર ચુપકીદી તોડી દીધી છે કેટરીના કૈફના લગ્નમાં ન સલમાન ખાન ગયા કે એમના કોઈ ફેમિલી વાળા સલમાનની બહેન અર્પિતાએ તેવું પણ બયાન આપ્યું હતું કે કેટરીનાએ તેમના પરિવારને આમંત્રણ આપ્યું નથી.
સલમાનની બંને બહેનો કેટરીના કૈફની સારી મિત્ર છે કેટના લગ્ન બાદ સલમાનના પરિવાર અને કેટ વચ્ચે સંબંધમાં તિરાડ જરૂર દેખાઈ રહી છે પરંતુ આ બધા વચ્ચે સલમાન ખાનની બહેન અર્પિતાએ એક પોસ્ટ શેર કરી છે અર્પિતાએ કેટરીના કૈફ અને વિકી કૌઇલના લગ્નની શુભેચ્છા પાઠવતા લખ્યું હતું.
અર્પિતાએ લખ્યું વિકી કૌશલ અને કેટરીના તમને બંનેને દિલથી મુબારક તમને બંનેને જિંદગી ભરની ખુશીઓ મળે તેની સાથે સલમાન ખાનના જીજા એટલે કે અર્પિતાના પતિએ શુભેચ્છા પાઠવતા લખ્યું કે હાર્દિક શુભેચ્છા તમે બંને જિંદગીભર આમજ ખુશ રહો પરંતુ સલમાન ખાને હજુ સુધી કેટરીના કૈફના લગ્ન પર એક શબ્દ નથી બોલ્યો.