આજે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચાઓમાં જોવા મળતી હતી શાહરુખ ખાન પાંચ વર્ષના લાંબા સમય બાદ ફિલ્મ પઠાણ લઈને આવ્યા છે આ ફિલ્મના બે સોંગ રિલીઝ થયા અને ટ્રેલર રિલીઝ થયું પરંતુ સલમાન ખાન તેમજ જોવા મળ્યા નહોતા લોકોને એ ખબર જ.
નહોતી કે આ ફિલ્મમાં સલમાન ખાન છે કે નહીં કારણકે એ વાતને સિક્રેટ રાખવામાં આવી હતી કે ફિલ્મ પઠાણમાં સલમાન ખાન પણ જોવા મળશે ફિલ્મ પઠાણની જો વાત કરીએ તો તેમાં દીપિકા પાદુકોણ મુખ્ય અભિનેત્રી અને શાહરુખ ખાન મુખ્ય અભિનેતા સાથે જોન અબ્રાહમ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
એ વચ્ચે આજે ફિલ્મ રિલીઝ થતા લોકો હેરાન રહી ગયા છે કારણકે બોલીવુડ ના ભાઇજાન સલમાન ખાન આ ફિલ્મ માં જબરદસ્ત એન્ટ્રી સાથે શાહરુખ ખાન ને પણ ટક્કર આપી રહ્યા છે આજે ફિલ્મ પઠાન રીલીઝ થતા લોકોમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે જોકે ઘણી જગ્યાએ ફિલ્મ પઠાન નો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.
પરંતુ તેની કોઈ અસર જોવા મળતી નથી ફિલ્મ પઠાન થીયેટરો માં રીલીઝ થઈ છે એ વચ્ચે આ ફિલ્મ માં સલમાન ખાન ના રોલ ને લઈને ખુબ મોટો ખુલાસો થયો છે ફિલ્મ પઠાન માં સલમાન ખાન પણ જોવા મળ્યા છે અને તે આ ફિલ્મ માં શાહરુખ ખાન પર ભારે પણ પડ્યા છે ફિલ્મ પઠાન માં એક સીન છે.
જેમાં શાહરૂખ ખાન ખુબ જખ્મી હાલત મા જોવા મળે છે દુશ્મનો થી તે ઘેરાયેલા છે મિશાઈલો થી દુશ્મન તેમના પણ આક્રમણ કરી રહ્યા છે આ વચ્ચે જ બોલીવુડ ના ભાઇજાન સલમાન ખાન ની એન્ટ્રી થાય છે એ પણ ફિલ્મ ટાઈગર માં જે લુક હોય છે એવા જ અંદાજમા અને આવતાની સાથે તેઓ શાહરુખ ને કહે છે.
તેરે લીયે આયા હુ બહોત બડા કાડં કીયા હૈ ને તુને તેના જવાબમાં શાહરુખ ખાન કહે છે પઠાન હું પછી બંને સાથે મળીને મશીનગન હાથમાં પકડીને દુશ્મનો પર ફાયરિંગ કરે છે અને દુશ્મનો સામે લડે છે સલમાન ખાન આ ફિલ્મ માં ટાઈગર લુક મા જ સામે આવ્યા છે કારણકે આ બંને ફિલ્મો યશ રાજ ફિલ્મ્સ બેનર હેઠળ જ બની છે.
એટલા માટે સલમાન ખાન ની એન્ટ્રી દેખાડવામાં આવી છે સલમાન ની આવનારી ફિલ્મ ટાઈગર 3 માં પણ શાહરુખ પઠાન બનીને મહેમાન કલાકાર ની ભુમીકા ભજવતા જોવા મળશે ફિલ્મ પઠાણને ફિલ્મ ક્રિટીક તરફ થી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબીત બની શકે છે.