Cli

કપિલ શર્માએ વિવેક અગ્નિહોત્રી સામે શું જુઠ બોલી દીધું ?

Bollywood/Entertainment Breaking

ધ કાશ્મીર ફાઇલ્સના નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ એકવાર ફરીથી કપિલ શર્માની પોલ ખોલી દીધી છે જણાવી દઈએ ધ કાશ્મીર ફાઇલ્સ ને પોતાના શોમાં પ્રમોશન કરવાની ના પાડવાથી લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે ગયા દિવસોમાં વિવેકે ખુલાસો કર્યો હતો કે કપિલે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલને પ્રમોશન કરવાનો ના પાડી.

તેના બાદ લોકોનો ગુસ્સો કપિલ પર ફૂટ્યો તેના બાદ સોસીયલ મીડિયામાં કપિલના શોને લોકો બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે વિવેક અગ્નિહોત્રીના આરોપ બાદ કપિલે જણાવ્યું કે વિવેકે જણાવ્યું તે અડધું જૂઠું છે હકીકતમાં એક વ્યક્તિએ કપિલ શર્માને ટેગ કરીને કહ્યું કે કપિલ તમે કેમ.

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને પ્રમોશન કરવાની ના પાડી તેના જવાબમાં કપિલે જણાવ્યું કે એક સાચા સોસીયલ મીડિયા યુઝર તરીકે શું સાચું અને જૂઠું તેના પર ખરાઈ કર્યા બાદજ આવી અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ અહીં કપિલે તમામ વાતોને અધડી જૂઠી જણાવી જેના બાદ એક અન્ય યુઝરે કપિલે પૂછ્યું કે સર હું તમને એક સીધો સવાલ કરુ છું.

શું તમે હવે વિવેક અગ્નિહોત્રીને તમારા શોમાં પ્રમોશન માટે બોલાવશો તમારી એક ના અને હા બધી અફવાઓને પુરી કરી દેશે પરંતુ આ સવાલ પર કપિલ કંઈ ન બોલ્યા પરંતુ અગ્નિહોત્રીએ તેના પર જવાબ આપતા કહ્યું નહીં તેઓ અમને એમના શોમાં નહીં બોલાવે હવે કપિલનું મૌન કેટલાય સવાલ ઉભા કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *