બાહુબલી થી પણ જબરજસ્ત RRR ફિલ્મને અમે બનાવી છે ફિલ્મને લઈને સિનેમેટોગ્રાફરે જણાવી મોટી સચ્ચાઈ…

Bollywood/Entertainment Story

સાઉથ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ડાયરેક્ટર એસએસ રાજા મૌલીની જબરજસ્ત ફિલ્મ RRR 25 માર્ચે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે અહીં કો!રોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ બે વાર ટાળવામાં આવી હતી પરંતુ આખરે આ ફિલ્મને 25 માર્ચના રોજ રિલીઝ કરવાનું ફિલ્મના મેકર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

ત્રિપલ આરના સિનેમેટોગ્રાફર કેકે સેંથિલ કુમારે આ ફિલ્મ વિશે એક માહિતી મીડિયામાં શેર કરી છે એક મીડિયા સાથે પર્શનલ વાત કરતા કેકે સેંથિલ કુમારે જણાવ્યું કે ફિલ્મ RRR બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી કરતા પણ સારી છે ત્રિપલ આર બાહુબલી કરતા પણ લોકોને પસંદ આવશે કેકે સેથીલે વધુમાં વાત કરતા જણાવ્યું કે.

બાહુબલી ફિલ્મ કર્યા બાદ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તેના પછી ફરીથી તેનાથી મોટા પ્રોજેક્ટમાં અમે કામ કરીશું પરંતુ બાહુબલીથી પણ ત્રિપલ આરને અમે સારી બનાવી છે પ્રેક્ષકોને એવા સીન જોવા મળશે જે પહેલા ક્યારેય નહીં જોયા હોય સેથિલે હાલમાં પોતાના ત્રિપલ આરના એક પ્રમોશન ઇવેન્ટ દરમિયાન આ વાત જણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *