Cli

વોલ્વો કારને પાઠ ભણાવવા આ દરબારે શું કર્યું જુઓ? આખા દેશમાં નીકળશે વરઘોડો!

Uncategorized

એક દરબાર વિફર્યા છે અને વિફરેલા દરબારે કહ્યું કે હવે વરઘોડો નીકળશે તમને પ્રશ્ન થશે કે કોનો વરઘોડો પાછો નીકળી રહ્યો છે અહીં પોલીસ કે ગુનેગારોની વાત નથી અહીંયા વાત છે એક ઇન્ટરનેશનલ કાર કંપનીની ઇન્ટરનેશનલ કાર કંપનીનો દાવો એવો છે કે

વિશ્વમાં સૌથી સલામત કાર તેની છે પરંતુ દરબાર નારાજ થયા કારણ કે દરબારની કારને અકસ્માત નળ્યો અને કંપનીએ હાથ અધર કરી દીધા છે કેમ દરબાર વિફર્યા છે તેની વાત છે વૈષ્ણવજન તો [સંગીત] તેને કહીએ જે પીડ [ગાયન] પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમદાવાદના એક બિલ્ડર એક સેવાભાવી વ્યક્તિ જેમનું નામ છે ઉપેન્દ્રસિંહ ચાવડા ઉપેન્દ્રસિંહ ચાવડા બિલ્ડર પણ છે અને અનેક લોકોને મદદ કરે છે

ગરીબોના સમૂહ લગ્ન કરાવે છે માલે તુજાર છે પૈસાની કોઈ ખોટ નથી દાનતની પણ કોઈ ખોટ નથી અને તેમની પાસે વિશ્વની સલામત કાર એટલે કે વોલ્વો કંપનીની બે કાર છે એક કાર તે લઈને પ્રવાસે નીકળ્યા હતા ત્યાં અચાનક ટાયરની પ્લેટ ફાટે છે અને અકસ્માત થયા પછી માંડ માંડ તેમનો નો અને તેમના પરિવારનો જીવ બચે છે. વિશ્વની સલામતકાર હોવાનો દાવો કરનાર વોલવો કંપનીના શોરૂમ ઉપર ઉપેન્દ્રસિંહ ચાવડા પહોંચે છે અને કહે છે આ અકસ્માત થયો. કેવી રીતના થયો તપાસ કરાવું કારણ કે આટલી મોંઘી કાર અને સલામતીના દાવાઓ વચ્ચે જો આ પ્રકારે વીલની પ્લેટ તૂટી જતી હોય તો અમારા જીવનું જોખમ હતું પણ

કંપનીએ હાથ અધર કરી દીધા અને કંપનીએ કહ્યું આમાં અમારી કોઈ જવાબદારી નથી કંપની સાથે લાંબો સમય તેમનો સંઘર્ષ ચાલ્યો પણ કંપની એકની બે ન થઈ પરંતુ હવે દરબાર વિફર્યા છે અને દરબારે કહ્યું કહ્યું કે વોલવો કંપનીનો વરઘોડો નીકળશે. તેમને કંપનીને એવું પણ કહ્યું કે મારે હવે નવી કાર આપો તો પણ લેવી નથી પરંતુ તમે તમારા ગ્રાહકો સાથે જે બેમાની કરો છો હવે હું તમને બદનામ કરીશ કા તમે માફી માંગો. કંપનીએ માફી માંગવાનો ઇન્કાર કરી દીધો કારણ કે આંતરરાષ્ટ્રીય કંપની છે પણ દરબાર પણ કઈ ઓછા પાણીના નથી દરબારે પણ નક્કી કર્યું કે હવે કંપનીને પણ મારી તાકાત બતાડવી પડશે એટલે પોતાની વોલ્વો કાર જેને અકસ્માત થયો હતો તેને કારમાં ચડાવી અત્યારે આ વોલ્વો લઈને નીકળેલી ટ્રક અલગ અલગ શહેરોમાં અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહી છે

ઉપેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું છે આ વોલવો કંપની કેટલી બદમાશ છે કેટલી ખતરનાક છે એ બતાડવા માટે હું આ પ્રકારનો વરઘોડો લઈ આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં ફરવાનો છું તો આ છે ઉપેન્દ્રસિંહ ચાવડાએ પોતાની વોલ્વો કાર સાથે કરેલા પ્રવાસ અને વોલ્વો કંપનીને આપેલી ધમકી આ પ્રકારની કંપની દાવાઓ કરતી હોય છે પરંતુ જ્યારે ગ્રાહક મુશ્કેલીમાં આવે ત્યારે કંપની હાથ અધર કરી દેતી હોય છે આ સ્ટોરી અંગે તમારે શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને વિફરેલા દરબાર કેવી રીતના વોલ્વો કંપનીની શાન ઠેકાણે લાવે છે તે આવનાર સમયમાં અમે તમને કહીશું અત્યારે મને મારા સાથી બંકિમને રજા આપો આવીશ પાછો નવા વિષય સાથે નવી વાત કરવા નમસ્કાર [સંગીત] ૐ

અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક લક્ઝુરિયસ વોલ્વો કાર (Volvo Car) નો અનોખો વિરોધ પ્રદર્શન (Protest) ચર્ચાનો વિષય બન્યો છે. કરોડો રૂપિયાની કિંમત ધરાવતી કારના માલિક ઉપેન્દ્રસિંહ (Upendrasinh) એ પોતાની કારની સેફ્ટી (Safety) અંગે ગંભીર સવાલો ઉઠાવતા શહેરના માર્ગો પર કારનો વરઘોડો કાઢ્યો હતો.ખાસ વાત એ હતી કે કાર પર ટાયર (Tyre) અને ચપ્પલ (Slippers) બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે જ, કાર પર એવા બેનરો (Banners) લગાવવામાં આવ્યા હતા જેમાં નામચીન ઓટોમોબાઈલ કંપનીના સેફ્ટી દાવાઓના પોલ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર માલિકનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કારની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. મળતી માહિતી મુજબ, કારની વ્હીલ પ્લેટ (Wheel Plate) ફાટી જવાની ઘટનાને પગલે માલિકમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. શહેરના વિવિધ માર્ગો પર ફરતી આ કાર લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી અને અનેક લોકો આ અનોખા વિરોધને જોવા માટે ઉભા રહી ગયા હતા. આ ઘટનાએ લક્ઝરી કાર્સની ગુણવત્તા (Quality) અને ગ્રાહકોની સુરક્ષા અંગે ફરી ચર્ચા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *