Cli

વિરાટ અને અનુષ્કાએ લંડન જવા અંગે ટ્રોલ કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો!

Uncategorized

જ્યારે વિરાટ કોહલી પોતાના આખા પરિવાર સાથે લંડન શિફ્ટ થયા, ત્યારે ઘણા લોકોએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ટ્રોલ કર્યા હતા. લોકો કહેતા હતા કે કમાણી ભારતમાંથી કરે છે, ભારત માટે રમે છે, પણ પૈસા લંડનમાં ઇન્વેસ્ટ કરે છે. પરંતુ હવે વિરાટ અને અનુષ્કાએ ભારતમાં એવું ભારે ભરખમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે

આવા કહેતા લોકો માટે આ એક મોટો તમાચો સમાન છે.વિરાટ અને અનુષ્કાએ મુંબઈથી થોડું જ દૂર આવેલા અલીબાગમાં એક મોટી પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટી વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. 13 જાન્યુઆરીના રોજ આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

માત્ર રજિસ્ટ્રેશન ફી તરીકે જ 2 કરોડ 27 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. કુલ મળીને આ પ્રોપર્ટી વિરાટ અને અનુષ્કાએ અંદાજે 38 કરોડ રૂપિયામાં ખરીદી છે. લગભગ 5 એકરની મોટી જમીન તેમણે ખરીદી છે.આ પહેલી વાર નથી જ્યારે વિરાટ અને અનુષ્કાએ અલીબાગમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય. તે પહેલાં 2022માં પણ તેમણે અહીં એક મોટી પ્રોપર્ટી ખરીદી હતી. આ પ્રોપર્ટીમાં 10,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તેમણે પોતાનું એક ભવ્ય વિલા બનાવ્યું છે.

આ વિલાની કિંમત અંદાજે 10થી 15 કરોડ રૂપિયા વચ્ચે હોવાનું કહેવામાં આવે છે. વિલામાં ટેમ્પરેચર કંટ્રોલ સ્વિમિંગ પૂલ, રૂમ્સ અને સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા છે. તે સમયે તેમણે 8 એકર વિસ્તારની જમીન 19 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને હવે એ જ જગ્યાએ તેમણે ફરી એક મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.

કહેવામાં આવે છે કે વિરાટ અને અનુષ્કાની આ પ્રોપર્ટી બહુ જ સરસ લોકેશન પર આવેલી છે. ગેટવે પરથી જેટી લઈને અલીબાગ પહોંચ્યા બાદ ત્યાંથી માત્ર 10 મિનિટનો રસ્તો છે. એટલી સારી જગ્યા પર તેમણે આ પ્રોપર્ટી ખરીદી છે.એક તરફ વિરાટ કોહલી અમારી ભારતીય ક્રિકેટ ટીમની શાન છે, તો બીજી તરફ અનુષ્કા શર્મા એક જાણીતી બોલીવુડ અભિનેત્રી છે. માતા બન્યા બાદ અનુષ્કા શર્માએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી થોડું અંતર રાખ્યું છે. તેમની એક ફિલ્મ ચકદા એક્સપ્રેસ બનીને તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *