સોનાક્ષી અને ઝહીર ઈકબાલ ના લગ્ન ની ચર્ચાઓ તમે સાંભળી જશે આ સમયગાળા દરમિયાન આ કપલ ની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. ક્યારેક તેમના પરિવારને લઈને તો ક્યારેક તેમના લગ્નના કાર્ડ કે લગ્નના સ્થળ ને લઈને. અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે સોનાક્ષી અને ઝહીર ઈકબાલ રજીસ્ટર મેરેજ કરવાના છે તેઓ એક ખાસ એક્ટ હેઠળ લગ્ન કરવાના છે. પરંતુ હાલમાં જ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે.
હાલમાં સોનાક્ષી નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ભાવી પતિ સાથે મસ્જિદમાં જતા જોવા મળી છે. વીડિયોમાં જ તમે જોઈ શકો છો કે સોનાક્ષી એ વ્હાઈટ ટોપ પહેર્યું છે અને તે મસ્જિદ તરફ જઈ રહી છે.
આ વિડીયો વાયરલ થતા જ સોનાક્ષી પર ફરી એકવાર પ્રશ્નોનો મારો થઈ રહ્યો છે. જો કે સોનાક્ષીના મસ્જિદ જવા પાછળનું કોઈ ખાસ કારણ હાલમાં સામે આવ્યું નથી.પરંતુ મસ્જિદ બહાર પેપરાજી નો જમાવડો જોવા મળી રહ્યો છે. તેઓ ઝહીર અને સોનાક્ષીના લગ્ન વિશે માહિતી મેળવી રહ્યા છે. પરંતુ વીડિયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે સોનાક્ષી અને જહીર બંને જ તેમને ઇગ્નોર કરતાં જોવા મળી રહ્યા છે.
જણાવી દઈએ કે થોડીવાર પહેલા જ સોનાક્ષીના ઘરે પૂજા રાખવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું.હવે આ કપલ ના લગ્નની હકીકત શું છે એ તો આવનારો સમય જ જણાવશે.