સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણા વિડીયો મનોરંજન નું પાત્ર બને છે અને તેને દર્શકો ખૂબ પસંદ કરે છે એવો જ એક વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે એક ઉંમરલાયક કાકા તેમની પત્ની સાથે શોરૂમ પર મોપેડ બાઈક લેવા માટે પહોંચે છે અને આ સમયે મોપેડ.
બાઈક કાકા ખરીદે છે કાકા અને એમની પત્ની ખુબ જ ખુશ જોવા મળે છે પ્રથમ શો રુમ ના સ્ટાફ ના લોકો મોપેડ બાઈક પાસે ફોટા પાડે છે અને શો રુમ ના સ્ટાફ મેમ્બર જ્યારે એમને ફુલોનો હાર આપે છે ત્યારે કાકા મોપેડ બાઈક ની જગ્યાએ એમની પત્ની ના ગળામાં નાખી દેછે એ જોતાં શો રુમ સ્ટાફ ના લોકો સહીત.
કાકાની પત્ની પણ ખુબ હસવા લાગે છે કાકાને જણાવે છેકે આપે ખરીદેલા આપના નવા મોપેડ બાઈક માં હાર પહેરાવો ત્યાર બાદ કાકા એ મોપેડ બાઈક ને ફુલોનો હાર પહેરાવે છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાઈરલ થયો છે લોકો આ વિડીઓ ને જોઈ ખુબ મનોરંજન કરી રહ્યા છે પરંતુ કાકા અને કાકી બંને ના.
ચહેરા પર એક ગજબની મુસ્કાન જોવા મળે ખુશી કોઈ મોટા સંસાધન ની મહોતાજ નથી હોતી શો રુમ અને ઘણા લોકો માટે આ મજાક હોઈ શકે પરંતુ કાકાની મહેનતની કમાણી થી આ મોપેડ બાઈક ખરીદવું પણ કાકા માટે અનમોલ છે કાકાનો આ ઉમંરે પણ પોતાની પત્ની સાથે નો.
પ્રેમ જોઈ ઘણા યુઝરો કાકાની પ્રસંસા કરતા પણ જોવા મળ્યા હતા તો ઘણા યુઝરોએ આ વિડીઓ ને ખુબ આવકાર આપ્યો અને ઘણા યુઝરો એ કાકા કાકીના આ વર્તન નો ખુબ મજાક પણ બનાવ્યો હતો વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.