Cli

ગુજરાતમાં ઉત્તરાયણની મજા અનેક લોકો માટે સજા બની! 9 લોકોના કરુણ મૃત્યુ…

Uncategorized

ગઈકાલે ઉતરાણના દિવસે આપણે ધાબા પર મજા કરતા હતા હસતા રમતા બુમો પાડતા હતા ત્યારે ગુજરાતના અનેક ખૂણાઓમાં મોતની ચીસિયહારીઓ સંભળાઈ રહી હતી. ગઈ કાલે તહેવારમાં જ્યારે આપણે બધા મજા કરતા હતા તે સમયે અનેક ઘરમાં માતમ છવાયેલો હતો નવ જેટલા મૃત્યુના સમાચાર એ ખૂબ ગંભીર અને હૃદય દ્રાવ્ય હતા નમસ્કાર આપની સાથે હું છું પાયલ 14 જાન્યુઆરી ગુજરાતભરમાં લોકો ઉતરાયણ મનાવી રહ્યા હતા પતંગ ચગાવી રહ્યા હતા અને એમાં મજગુલ હતા ત્યારે અનેક એવી ઘટનાઓ સામે આવી જે સાંભળ્યા પછી રૂમાણા ઊભા થઈ જાય

નવ જેટલા લોકો લોકોના જીવ ગયા અને એ ઘટનાઓ એક પછી એક જ્યારે વિસ્તારથી સમજીએ ત્યારે ખબર પડે કે આપણી મજા એ કોક માટે કેવી રીતના સજા બની જાય પહેલા સુરતથી શરૂઆત કરીએ સુરતની વાત છે સુરતના વેડરોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાય ઓવર પરથી એક પરિવાર જઈ રહ્યું હતું સાંજનો સમય હતો પાંચ થી છ વાગ્યાની વચ્ચે એક ભયાનક અકસ્માત થાય છે ગઈકાલે જ્યારે પતંગ બધા જગાવી રહ્યા હતા ત્યારે 35 વર્ષીય રેહાન તેમના પત્ની અને સાત વર્ષની પુત્રી એ બ્રિજ પરથી જ્યારે જાય છે ગાર્ડન તરફ જતા હોય છે અને બ્રિજ ઉપરથી અચાનકથી દોરો આવે છે. એ જે માંજાનો દોરો હોય છે એ અચાનકથી એમના શરીરને અડે છે પછી એક હાથથી રેહાનભાઈ એ દોરાને હટાવવાનો પ્રયાસ કરે છે બેલેન્સ જાય છે અને પછી એ પુલ પરથી નીચે પડી જાય છે એ પુલ પરથી જ્યારે નીચે પડે છે

એની હાઇટ 70 ફૂટ જેવી હોય છે એટલે 70 ફૂટ જેવું નીચે એ ખાપકી જાય છે ઘટનાસ્થળે જ રેહાન ભાઈ અને તેમની પુત્રીનું મૃત્યુ થઈ જાય છે પત્નીની હાલત અત્યારે અતિશય ગંભીર છે પત્ની ઓટોરીક્ષા પર પડે છે એટલે જીવ તો બચી જાય છે પણ હાલત ખૂબ ગંભીર છે બીજી ઘટના રાજકોટ મોરબી રોડ પરથી આવી સામે રાજકોટ મોરબી રોડ પર કાગદળી પાટિયા પાસેથી મોડી રાત્રે ગમખાયા એક અકસ્માત થયો અને એમાં ત્રણ અને નવ વર્ષના માસિયારાભાઈ જે બંને ઉતરાયણ મનાવવા માટે જઈ રહ્યા હતા એ લોકોના મૃત્યુ થયા ખંભાતના બદલપુરા સેવરાપુરાના આઠ વર્ષીય ધવલ કિશનભાઈ પરમારનું મૃત્યુ પણ એવી રીતના જ કંઈક થયું એ જ્યારે રસ્તા પરથી જઈ રહ્યા હતા પિતાની પાછળ બેઠા હતા અને અચાનકથી ગળા પાસે દોરી આવે છે અને એટલી ખરાબ રીતના એને એને ગળા પર ચીરી નાખે છે કે એની નસ ત્યાંને ત્યાં જ ફાટી જાય છે

અને પછી અકસ્માત થયા પછી તાત્કાલિક એને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ઘટનાસ્થળે જેનું મૃત્યુ થઈ જાય છે હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ એ દમ છોડી દે છે. આવી ઘટના સામે આવે ત્યારે આપણને એ બહુ જ સામાન્ય લાગે કે બધા જ પતંગ ચગાવતા હોય માંજો રસ્તા પર હોય અને આ ઘટનામાં જ્યારે એક આઠ વર્ષના નવ વર્ષના કે પછી 10 12 વર્ષના બાળકનું ફૂલ જેવા બાળકનું મૃત્યુ થાય ત્યારે આપણને એવું થાય કે આપણી મજા કોક માટે ઘણી બધી વાર સજા બની જતી હોય છે

વાઘોડિયા રોડ પર પણ કંઈક એવો જ અકસ્માત થયો વાઘોડિયા રોડ પર કપાયેલી પતંગ અને એને પકડવા માટે 33 વર્ષીય યુવક એવી જ પોલ પર ચડ્યા અને પછી ત્યાં એમને શોક લાગ્યો અને ત્યાં ત્યાં જ તેમનું મૃત્યુ થઈ ગયું બીજી ઘટનામાં 10 વર્ષના બાળકનું મૃત્યુ પતંગ પકડવાના કારણે થયું બાયોડ તાલુકામાં પણ એવી જ ઘટના સામે આવી કે પોપટ પરે જતા હતા

અને તીર્થ પટેલ નામનો એ છોકરો હતો યુવકના ગળામાં દોરી વાગી અને ઘટનાસ્થળે તેનું મોત થઈ ગયું એટલે ગઈકાલની જેટલી પણ ઘટનાઓ સામે આવી એ ઘટનાઓ પછી આપણને સમજ આવ્યું કે આપણા માટે તહેવારની મજા હોય છે ઘણા બધાના પરિવારમાં એ માતંગ બની ગયો હતો ઘણા બધા પરિવાર એવા હતા જે રડી રહ્યા હતા એવા વિડિયોઝ પણ સામે આવ્યા છે

કે જે બાળકનું મૃત્યુ થયું જ્યારે એના માતા-પિતા હોસ્પિટલમાં હતા ત્યારે એમને ચૂપ કરાવવા માટે કોઈ ન હતું એમને સાંતવન આપવા માટે કોઈ ન હતું અને એમના માટે એ દિવસ જીવનભર એ દુઃખ સાથેનો છે કે દિવસે બહાર કેમ નીકળ્યા ગઈકાલની જેટલી પણ ઘટનાઓ છે એ ઘટનાઓથી આપણે શીખ મેળવવી જોઈએ આજના દિવસે આપણે ખૂબ સાવધાનીથી બહાર નીકળીએ જ્યાં પણ જઈએ આપણા આપણા બાળકોનું અને આપણા પરિવારને આપણે સાચવીને ત્યાંથી ચાલીએ એ આશા સાથે નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *