ગુજરાતમાં 10 હજાર કરતા વધારે ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી યોજાઈ ગઈ અને જ્યાં પણ મતદાન થયું હતું ત્યાંની ગ્રામપંચાયતોના પરિણામો એક પછી એક આવી રહ્યા હતા ત્યારે બનાસકાંઠાના એક નાનકડા ગામડાની ધોરણ 12માં અભ્યાસ કરતી માત્ર 21 વર્ષની યુવતી સરપંચ બની ગઈ છે.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સમણવા ગામે સરપંચનું રિઝલ્ટ આવતા જેમાં 21 વર્ષીય યુવતી કાજલ ઠાકોર નો વિજય થયો છે જણાવી દઈએ કાજલ ઠાકોર હાલમાં ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ છે કાજલ ઠાકોર 105 મતથી સપંચનો જંગ જીત્યા છે અહીં કાજલ ઠાકોર સરપંચમાં ઘોસિત થતા ગ્રામજનો ખુશીથી જુમી ઉઠ્યા હતા.
કાજલ ઠાકોર સૌથી નાની વયના સરપંચ બન્યા હતા કાજલબેન સરપંચમાં જીતતા એમણે અગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું કે ગામના વિકાસમાં તેઓ હંમેશા તત્પર રહેશે નાની ઉંમરે વિજય થતા ગ્રામજનોએ કાજલ ઠાકોરને ફૂલ હારથી વધાવી લીધી હતી મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.