જયપૂરની એક મોટી હોટલમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે જેમાં છત્તિસગઢના એક હીરાના વેપારીએ પોતાની પુત્રી માટે હોટલમાં 45 રૂમ બુક કરી હતી જયારે હોટલમાં મહેમાન આવવાના શરૂ થયા ત્યારે ચોર પણ આ મહેમાન સાથે સામીલ થઈ ગયો અને ચોરને કોઈ ઓળખી શક્યું નહીં.
ચોરે આરામથી આ ઘટનાને અંજામ આપ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો જેનો સીસીટીવી વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે વાઇરલ વિડીઓમાં ચોર હોટેલની લોબીમાં ફરતો નજરે આવી રહ્યો છે ચોરને મહેમાન સમજીને કોઈએ રોક્યો ન હતો તેનો ફાયદો ઉઠાવીને ચોરે હીરાના વહેપારીના રૂમમાંથી ચોરી કરી હતી.
આ ચોરે રૂમમાંથી 2 કરોડના હીરા જવેરાત અને 55 હજાર રોકડા લઈ ગયો હતો હોટલના ચીફ સિકયુરિટી ઓફિસરે જણાવ્યું હતું કે સાંજના સાત વાગ્યાના સમયમાં એક વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યુંકે હું રાહુલ બંથિયા બોલી રહ્યો છું અને હોટેલના રૂમનો દરવાજો ખુલી રહ્યો નથી ત્યારે હોટલ કર્મચારીએ બીજી ચાવીથી 724 નંબરનો રૂમ ખોલી આપ્યો હતો.
એના પછી ચોરે ફરીથી 7 અને 20 મિનિટે રિસેપશન સમયે ફોન કર્યો અને કહ્યું રૂમમાં રાખેલ તિજોરીનો પાસવર્ડ ભૂલી ગયો છું ખુલી રહ્યો નથી ત્યારે સિકયુરિટી સ્ટાફ રૂમમાં પહોંચ્યા ચોરને બીજા પાસવર્ડથી તિજોરી ખોલી આપી તેના પછી ચોરે તિજોરીમાં રાખેલ જવેરાત અને રૂપિયા લઈને આરામથી નીકળી ગયો હતો પોલીસે ફરિયાદ લઈને હોટલના સ્ટાફથી પુછપરછ કરી રહી છે.