ટેલિવિઝન અને બૉલીવુડ એક્ટર કરિશ્મા તન્ના લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે ગઈ કાલે સાંજે જ એમણે બિઝનેસમેન વરુણ બંગેરા સાથે લગ્નના સાત ફેરા ફર્યા છેલ્લા બે દિવસોથી વરુણ બંગેરા અને કરિશ્મા તન્નાના લગ્ન પ્રસંગો ચાલી રહ્યા હતા બંને કપલના લગ્ન ગોવાના બીચના કિનારે પુરા થયા.
આ લોકેશન એટલું સુંદર હતું કે તેને લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા પોતાના લગ્નમાં કરિશ્મા તન્નાએ બેબી પિન્ક કલરનો લેંઘો પહેર્યો હતો જયારે પતિ વરુણ બંગેરા ઑફવાઈટ શેરવાનીમાં જોવા મળ્યા હતા અહીં લગ્નમાં કરિશ્મા અને વરુણના પરિવાર શિવાય કેટલાય જાણીતા સેલિબ્રિટી પણ સામેલ થયા હતા.
ગયા દિવસોમાંજ કરિશ્મા તન્નાની હલ્દી પ્રસંગ અને મહેંદી પ્રસંગ થયો હતો કરિશ્મા અને વરુણે પોતાના આ શાહી લગ્નમાં કોઈ કસર છોડી ન હતી આ લગ્નમાં બંને કપલે પાણીની જેમ પૈસા વહાવ્યા છે કરિશ્મા તન્નાના ફેન છેલ્લા કેટલાય દિવસોથી કરિશ્માના લગ્નની રાહ જોઈ રહ્યા હતા પરંતુ પતિ વરુણ સાથે આજે.
સાત ફેરા લઈને એમને પોતાના ફેનની ઈછાને પુરી કરી દીધી છે લગ્નના આ સીઝનમાં કેટરીના કૈફ મૌની રાય અને અંકિતા લોખંડે પછી હવે કરિશ્મા તન્ના પણ વહુ બની ચુકી છે અહીં કરિશ્માના લગ્નના કેટલાક વિડિઓ અને ફોટો પણ વાઇરલ થઈ રહ્યા છે અમારી તરફથી આ નવી જોડીને લગ્નની ખુબ શુભકામનાઓ.