Cli

ટ્રમ્પે ઈરાનને ધમકી આપી; સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલો નહીંતર..

Uncategorized

ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલો નહીંતર નર્ક જેવી હાલત કરી દઈશું. 7 એપ્રિલ એટલે કે મંગળવાર ‘પાવર પ્લાન્ટ અને બ્રિજ ડે’ રહેશે. બધાને એકસાથે પતાવી દઈશું. જે પોસ્ટમાં તેમણે આ ધમકી આપી છે તે કોઈ સામાન્ય પોસ્ટ નહોતી. ધમકીની સાથે ટ્રમ્પે ગાળ પણ આપી છે. અંગ્રેજીમાં ગાળની અસર ઓછી લાગે પણ ગાળ તો ગાળ જ છે. ટ્રમ્પ આ યુદ્ધથી એટલા હતાશ થઈ ગયા છે કે ગાળો આપીને ધમકી આપી રહ્યા છે.

પાવર પ્લાન્ટ અને બ્રિજ ડેનો અર્થ સ્પષ્ટ છે કે અમેરિકા હવે ઈરાનમાં સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવાની વાત કરી રહ્યું છે. આગામી પોસ્ટમાં ટ્રમ્પે હુમલાનો સમય મંગળવારે રાત્રે 8:00 વાગ્યે (ઇસ્ટર્ન ટાઈમ) જણાવ્યો છે.આના પર ઈરાન તરફથી પ્રતિક્રિયા આવી છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે કહ્યું કે ટ્રમ્પનું આ બેજવાબદાર પગલું અમેરિકાના દરેક પરિવારને જીવતે જીવ નર્કમાં ધકેલી રહ્યું છે. આખો વિસ્તાર માત્ર એટલા માટે રાખ થવા જઈ રહ્યો છે કારણ કે ટ્રમ્પ નેતન્યાહુના ઈશારે ચાલવા પર અડેલા છે. આ ભ્રમમાં ન રહેશો, વોર ક્રાઈમથી કશું હાંસલ નહીં થાય. સાચો રસ્તો એ જ છે કે ઈરાની જનતાના અધિકારોનું સન્માન કરવામાં આવે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ કહ્યું કે જો ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થશે તો અમારી સેના પણ અમેરિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરશે. અમે આવું ઈચ્છતા નથી પણ આત્મરક્ષણ માટે કરવું પડશે.

અમારી લડાઈ જનતા સાથે નથી પણ આ શાસન સામે છે.ધમકી આપ્યા બાદ ટ્રમ્પે 5 એપ્રિલે ઈન્ટરવ્યુમાં કહ્યું કે ઈરાન સાથે ડીલ થવાની પૂરી શક્યતા છે, તેઓ વાતચીત માટે તૈયાર છે. જો ઈરાન સમજૂતી નહીં કરે તો એક-એક કરીને બ્રિજ અને પાવર પ્લાન્ટ ઉડાવી દઈશ અને તેમના તેલ પર કબજો કરી લઈશ. હુમલાનું કારણ યુરેનિયમ એનરિચમેન્ટ હતું, પણ હવે ટ્રમ્પ તેલની વાત કરી રહ્યા છે. જંગ બીજા મહિનામાં છે પણ ટ્રમ્પ આને કેવી રીતે ખતમ કરશે તે સ્પષ્ટ નથી. હાલમાં તેઓ ધમકીઓ આપી રહ્યા છે. બીજી તરફ ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ લગાવી રહ્યું છે અને અમેરિકામાં પેટ્રોલના ભાવ 4 ડોલર પર પહોંચી ગયા છે. ત્યાં 8 મહિનામાં મિડ-ટર્મ ઈલેક્શન પણ છે.અમેરિકન પોલિસી એનાલિસ્ટ કરીમ સજ્જાદપુરે ટ્રમ્પની રણનીતિ પર 10 મહત્વના મુદ્દા જણાવ્યા છે:

અસલી જંગ અમેરિકા અને ઈરાન વચ્ચે નહીં પણ ટ્રમ્પ અને તેમની વિચારધારા વચ્ચે છે. ઈરાનનો હેતુ અફરાતફરી મચાવીને ટકી રહેવાનો છે. ટ્રમ્પ ઈરાનને સમજવામાં ભૂલ કરી રહ્યા છે કારણ કે ત્યાંની સત્તા પોતાના અસ્તિત્વ માટે દેશને તબાહ થવા દેશે પણ બાંધછોડ નહીં કરે. * ટ્રમ્પની વિદેશ નીતિનો કોઈ ચોક્કસ આધાર નથી. ઈરાનનું શાસન અમેરિકાનો વિરોધ અને ઈઝરાયેલના અસ્તિત્વને નકારવા પર ટકેલું છે. * ટ્રમ્પ આ વિવાદને બિઝનેસ ડીલની જેમ જોઈ રહ્યા છે. આયતુલ્લા ખમેની અને તેમનો પુત્ર સમજૂતીના બદલે શહાદતનો રસ્તો પસંદ કરશે. * ઈરાને ઇતિહાસમાં ત્યારે જ સમજૂતી કરી છે જ્યારે તેના પર ભારે આર્થિક દબાણ હોય અને બહાર નીકળવાનો રસ્તો સ્પષ્ટ હોય. ટ્રમ્પે દબાણ તો બનાવ્યું પણ રસ્તો નથી આપ્યો. *

અમેરિકાની ભૂલ એ છે કે તે માને છે કે જે ઈરાનના હિતમાં છે તે જ ત્યાંની સરકારના હિતમાં છે. હકીકતમાં ધાર્મિક માફિયા જેવી આ સત્તા એકલતામાં જ મજબૂત થાય છે. * ઈરાકમાં મળેલો બોધપાઠ એ છે કે બહારની તાકાત કોઈ દેશની રાજનીતિ નક્કી કરી શકતી નથી. * ઈરાને ભૂતકાળમાં ઘણી વાર હદ વટાવી છે, જેમ કે અમેરિકન રાજદ્વારીઓને બંધક બનાવવા કે હમાસના હુમલાના વખાણ કરવા.

* હાલમાં ન્યુક્લિયર પ્રોગ્રામ કરતા સ્ટેટ ઓફ હોર્મુઝ મોટી સમસ્યા છે, જેને ઈરાન પોતાની પ્રાઈવેટ નહેરની જેમ વાપરે છે. * ટ્રમ્પ ઉતાવળમાં ડીલ ઈચ્છે છે પણ ઈરાનની વિચારધારા ઝૂકવા દેશે નહીં. પરિણામ એ જ જૂનું કોલ્ડ વોર રહેશે. * ઇતિહાસ જંગને તબાહીથી નહીં પણ તેનાથી શું હાંસલ થયું તેના આધારે તપાસશે.પ્રેસિડેન્ટ ટ્રમ્પ આજે 6 એપ્રિલે મિલિટ્રી સાથે પ્રેસ બ્રીફિંગ કરશે. હવે આખી દુનિયાની નજર 7 એપ્રિલ મંગળવાર પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *