મંડપ સજાવવા દેવામાં આવ્યો છે અને લગ્નની શરણાઈઓ ગુંજી રહી છે ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અથીયા શેટ્ટી હવે લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાવા જઇ રહ્યા છે આજે 23 જાન્યુઆરી ના રોજ બંને 7 ફેરા ફરીને હંમેશા માટે એકબીજા ને.
પોતાના જીવનસાથી બનાવી ને એકબીજાને જીવન સમર્પીત કરવા તૈયાર છે લગ્ન પહેલા ગઈ કાલે સંગીતનુ આયોજન કરવામાં આવ્યું હતું મિડીયા રીપોર્ટ અનુસાર આ લગ્નની પાર્ટીમાં ફોનનો ઉપયોગ કરવાની મનાઈ રાખવામાં આવી છે મહેમાનો માટે પણ ફોન લઈને જવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.
એ છતાં પણ સંગીત પ્રોગ્રામના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે વીડિયોમાં સુનીલ શેટ્ટીનો ખંડાલા નો બંગલો લાઇટોથી સજાવેલો જોવા મળે છે લગ્નની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે રાહુલ અને અથીયા ના લગ્ન માં ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા ની સાથે પંજાબી સિંગર એવંમ એક્ટર ગ્રીપી ગેવાલ પણ પહોંચ્યા હતા
અર્જુન કપૂર પણ આ પાર્ટીમાં સ્પોટ થયા હતા મિડીયા રિપોર્ટ અનુસાર રાહુલ અને અથિયા આજે સાંજે ચાર વાગ્યે પોતાના પરિવારજનોની હાજરીમાં લગ્નના બંધનમાં સાત ફેરા ફરીને બંધાશે સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ની લવસ્ટોરી ખુબ જ અનોખી હતી એક ફેન બની અથીયા રાહુલ ને મળી શરૂઆતમાં બંનેની.
લવ સ્ટોરી સિક્રેટ હતી પરંતુ પ્રેમ છુપાવ્યો છુપતો નથી સુનિલ શેટ્ટીના પુત્ર આહાન ની ડેબ્યુ ફિલ્મ તડપની સ્ક્રિનિંગ વખતે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ના પ્રેમ સંબંધો જાહેર થયા હતા અને સુનિલ શેટ્ટી એ બંનેના લગ્ન ની પરવાનગી પણ આપી હતી આજે બંનેના ધામધૂમથી લગ્ન યોજવામાં આવ્યા છે બંને આજે સાજે 5 વાગે પેપરાજી અને મિડીયા સામે આવશે.