બોલીવુડના ડિસ્કો ડાન્સર તરીકે ઓળખીતા મીથુન ચક્રવર્તી જેઓ એક સમયે ઈન્ડસ્ટ્રીઝમાં રાજ કરતા હતા એમનો દમદાર અભિનયના આજે પણ લોકો દીવાના છે સાથે આજે આપણે મિથુન વિશે એક એવી વાત જણાવીશુ જે કદાચ તમને નહીં ખબર હોય જાણીને તમને મિથુન ચક્રવર્તી માટે માન વધી જશે.
મિથુન ચક્રવર્તી જેઓ ફિલ્મમાં જે રીતે હીરો છે એવીજ રીતે રિયલ લાઈફમાં પણ હીરો છે સાથે સારા સ્વભાવના માણસ પણ છે અહીં મિથુને ગોદ લીધેલ એક પુત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મિથુનને કચરાના ડબામાંથી મળી હતી અત્યારે તે મોટી થઈને એમના પરિવારની લાડલી બની ગઈ છે.
મિથુન ચક્રવર્તીએ 1982માં એક્ટર યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા લગ્ન બાદ યોગિતાના ત્રણ બાળકો છે તેના સિવાય મિથુને એક પુત્રી ગોદ લીધી હતી જેનું નામ દિશાની છે વર્ષો પહેલા એક ખબર છપાઈ હતી તેના મુજબ નજીકના એક કચરાપેટીમાં એક નાની બાળકી પડી હતી આ માહિતી મળતા મિથુન ત્યાં પહોંચી ગયા હતા.
આ નાની બાળકીને કોઈ માતાએ જન્મ આપીને કચરામાં ફેંકી દીધી હતી ઉઠાવીને મિથુન ચક્રવર્તીએ હોસ્પિટલની તમામ ફોર્માલિટી પુરી કરીને ગોદ લઈ લીધી મિથુન બાળકીને ઘરે લાવ્યા બાળકીને પરિવારે સ્વીકાર કર્યો અને સાચવીને મોટી કરી બાળકીનું નામ દિશાની ચક્રવર્તી રાખવામાં આવ્યું તે અત્યારે ખુબજ સુંદર લાગે છે.