દિશા પટાની અત્યારે તેની ફિલ્મ ધ વિલેન રિટર્નના પ્રમોશનમાં વ્યસ્ત છે તેઓ અને ફિલ્મના સ્ટાર પ્રમોશન જોરશોરથી કરી રહ્યા છે હવે તેના વચ્ચે દિશા પટાનીને લઈને એક ખબર સામે આવી છે દિશા પટાની અને ટાઇગર શ્રોફ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ હવે ખબર આવી છેકે દિશા અને ટાઇગર શ્રોફે બ્રેકઅપ કરી લીધું છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ દિશા અને ટાઈગરે તેમના 6 વર્ષ જૂના સંબંધોને પૂરો કરવાનો નિર્ણય લીધો છે દિશા અને ટાઇગર બંને સ્ટાર કપલ ઘણીવાર સાથે જોવા મળતું હતું ઘણી વખત દિશા અને ટાઈગર સાથે વેકેશન પર પણ ગયા છે પરંતુ આ કપલ લાંબા સમયથી સાથે જોવા મળ્યું નથી હવે ખબર આવી છેકે બંનેએ બ્રેકઅપ કરી લીધું છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ બંનેનું અલગ થવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ તેવું સામે આવ્યું છેકે બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી ઘણી અણબનાવ હતો ટાઈગરના એક મિત્રે હાલમાં જ નક્કી કર્યુ કે ટાઈગર અને દિશાનો સંબંધ પૂરો થઈ ગયો છે અને તેને પણ થોડા સમય પહેલા આ વિશે ખબર પડી હતી.