બોલીવુડમાં સુનીલ શેટ્ટી એક એવું નામ છે જે ૯૦ના દાયકાથી અત્યારસુધી લોકોના દિલમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે આ અભિનેતા ન માત્ર પોતાના અભિનય અને સ્વભાવને કારણે પણ પોતાની ફિટનેસના કારણે પણ ચર્ચામાં રહેતા આવ્યા છે.
આમ તો બોલીવુડના ખેલાડી અક્ષય કુમારને લોકો સૌથી ફીટ અભિનેતા માનતા આવ્યા છે પરંતુ જો ૯૦ના દાયકાના અભિનેતા મા ફિટનેસની વાત કરીએ તો અભિનેતા સુનીલ શેટ્ટી પોતાની ફિટનેસને લઈને સૌથી સજાગ જોવા મળે છે અને આ અંગેના સબૂત પણ એ પોતાના સોશીયલ મીડિયામાં આપતા રહેતા હોય છે.
હાલમાં જ અભિનેતા સુનીલ શેટ્ટીનો એક વિડિયો સોશીયલ મિડીયા પર વાયરલ થયો છે જેમાં તે શર્ટ વિના વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે આ હાઈઇન્ટનસટી વર્કઆઉટમા સુનીલ શેટ્ટી દોરડાંકૂદની કસરત કરતા જોવા મળી રહ્યા છે અને તે પણ એટલી ઝડપે કે કોઈ યુવાન પણ શરમાઈ જાય.
તેમના આ વર્કઆઉટ વિડિયો પર અભિનેતા અનિલ કપૂર અભિનવ સિન્હા અને ટાઇગર શ્રોફએ કૉમેન્ટ કરી છે જેમાં કલાકારોએ સુનીલ શેટ્ટીની ફિટનેસના વખાણ કર્યા છે તમને જણાવી દઈએ કે આ વીડિયો એક વર્ષ પહેલાંનો છે.
જેને જોયા બાદ લોકો અભિનેતા સુનીલ શેટ્ટીને એક પ્રેરણા ગણાવી રહ્યા છે વાત કરીએ સુનીલ શેટ્ટીની આવનારી ફિલ્મ વિશે તો સુનીલ શેટ્ટી હાલમાં તડપ ફિલ્મમાં જોવા મળવાના છે જે સાઉથ ફિલ્મ આરેક્સ ૧૦૦ની રીમેક છે સુનીલ શેટ્ટીની આ ફિલ્મ આવતી કાલે ૩ડિસેમ્બર રિલીઝ થવા જઈ રહી છે.