Cli

લગ્નના ત્રણ અઠવાડિયા બાદ વિકી કૌશલ ફસાયા તેમના પર નોંધાઈ ફરિયાદ જાણો પૂરો મામલો…

Bollywood/Entertainment Breaking

કેટરરીના કૈફથી લગ્ન કર્યાના ત્રણ અઠવાડિયા પછી વિકી કૌશલ મોટી મુસીબતમાં ફસાઈ ગયા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત થઈ રહી છે મામલો એટલો વધી ગયો છેકે વિકી સામે મોટું એક્શન લેવાઈ શકે છે હકીકતમાં વિકી કૌશલ અત્યારે ઇન્દોરમાં સારા અલી ખાન સાથે ફિલ્મ લૂકા છુપી ટુનું શૂટિંગ કરી રહ્યા છે.

હાલમાં ફિલ્મની શૂટિંગનો એક વિડિઓ સામે આવ્યો હતો જેમાં વિકી કૌશલ સારા અલી ખાનને ઇંદોરની બજારમાં બાઇકમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે જેમાં વિકી જે બાઈક ચલાવી રહ્યા હતા એ બાઇકમાં એક નંબર પ્લેટ લાગેલી હતી તેનાથી બધો વિવાદ પેદા થયો વિકી પર આરોપ છેકે તેમણે નકલી નંબરનો ઉપયોગ કર્યો છે.

અહીં જે બાઇકમાં નંબર હતો એ અસલી મલિકની એકટીવા સ્કુટરનો નંબર છે એટલા માટે એકટીવના માલિકે ફરિયાદ પણ નોંધાવી છે તેવું રિપોર્ટમાં જાણવા મળ્યું છે જયારે નંબરના માલીકે વિડિઓ જોયો ત્યારે તે હેરાન રહી ગયા કેમ કે પરમિશન વગર કંઈ રીતે બીજા માલિકનો નંબર ઉપતોગમાં લઈ શકે.

એકટીવા ના માલિકે જણાવ્યું કે તેને આ નંબર 2018માં મળ્યો હતો માલિકનું કહેવું છેકે એ ગાડીથી કોઈ પણ દુર્ઘટના થઈ ગઈ તો તેનો જિમ્મેદાર કોણ હશે એટલે તેઓ જ ફસાઈ જશે એટલા માટે આરટીઓનું કહેવું છે ફિલ્મ નિર્માતાઓ અને વિકીએ ગેરકાનૂની કામ કર્યું છે હવે આ મામલે ઇન્દોર પોલીસ વધુ તપાસ હાથ ધરસે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *