વાચકમિત્રો આજે પુરા રાજ્યમાં ગુજરાત બંધનું એલાન માલધારી સમાજ દ્વારા આપવામાં આવ્યું તેને લઈને સમગ્ર સમાજે આ બંધને સમર્થન આપ્યું તેના વચ્ચે હાલમાં સુરતમાં માલધારી યુવાઓએ દૂધના કેન તાપી નદીમાં ઠાલવી દીધા હોવાના કેટલાક વિડિઓ પણ સામે આવ્યા છે કેટલાક યુવાઓએ.
ઘૂંટણ સમાન પાણીમાં જઈને નદીમાં દૂધના કેન ઠાલવતા જોઈ શકાય છે હજારો લીટર દૂધ નદીમાં ઠાલવવામાં આવ્યું છે અહીં ગુજરાત બંધનું એલાન માલધારી સમાજ દ્વારા ગાયમાતા હિત માટે આપવામાં આવ્યું હતું તેને લઈને ગુજરાતમાં તમામ લોકોએ આ બંધને સમર્થન આપવામાં આવ્યું.
આજ રોજના દૂધ ન ભરાવવું અને ન આપવું તેવું પણ કહેવામાં આવ્યું હતું તેમ છતાં કેટલીક જગ્યાએ દૂધ લઈ જતા જોવા મળતા એ દૂધને ઢોળતા સમયના વિડિઓ પણ સોસીયલ મીડિયામાં સામે આવ્યા છે તેના પર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.