હાલમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અરવલ્લીના એક દીકરીનું કરું મોત નીપજ્યું હતું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના બુકાકત્રિ ગામની અને મેઘરજના બાઠીવાડામાં મામાના ઘરે રહેતી લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી કરતી 22 વર્ષીય યુવતી રનિંગ દરમિયાન પડી ગઈ હતી.
જે ઈજાગ્રસ્ત થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપયું હતું લોકરક્ષક દળની પરીક્ષા પાસ કરે તે પહેલા યુવતી જિંદગીની રેસ માંથી હારી ગઈ હતી તેથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા મળતી માહિતી મુજબ માલપુર તાલુકાના ગામની ગીતા બેન કોદરભાઈ પગી નામની યુવતી છેલ્લા કેટલાક સમયથી મામાના ઘરે રહેતી હતી.
મામાના ઘરે લોકરસક્ષક દળની પરીક્ષાની તૈયારી કરતી હતી યુવતી દરરોજ સવાર સાંજ દોડીને પ્રેક્સિટ કરતી હતી પ્રેક્ટિસ દરમિયાન યુવતી નીચે પડી જતા માથાના ભાગ સહિત શરીરે ઈજાઓ પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી પરંતુ સારવાર દરમિયાન યુવતીનું અકાળે મોત થયું હતુ.