Cli
આ યુવકે નવ મહિના પહેલા કરી હતી મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાની ભવિષ્યવાણી...

આ યુવકે નવ મહિના પહેલા કરી હતી મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાની ભવિષ્યવાણી…

Breaking

થોડા દિવસ પહેલા મોરબી માં બનેલી દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ઘણા પરીવારો માથે દુઃખ ના વાદળો ઘેરાયા મોરબી નો ફેમસ ઝુલતો પુલ અચાનક ટુટી પડ્યો હતો અને તેમાં સવાર 400 થી વધારે લોકો મચ્છુ ના વહેતા પાણીમાં ગરકાવ થયા હતા જેમાંથી 140 થી વધારે લોકોના પાર્થીવ દેહ બહાર કાઢ્યા હતા.

અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો જે વિશે ના ઘણા સમાચાર અને વિડીઓ સામે આવી રહ્યાછે એ વચ્ચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જે એક યુ ટ્યુબર નો આજથી 9 મહીના પહેલાનો મોરબી ઝુલતા પુલ પરનો આ વિડીઓ છે.

યુ ટ્યુબર ઝુલતા પર ઉભો રહીને આ વીડિયોમાં જણાવી રહ્યો છેકે મિત્રો ખુબ અસલામતી ભર્યો જોખમી આ બ્રિજ છે આ પુલ પર સેફ્ટી બિલકુલ નથી અને પુલની જાળી પણ મજબૂત નથી વધારે લોકો જો આ પુલ પર ઉભા રહે તો આ પુલ ટુટવાની સંભાવના છે તેને કહ્યું કે ઘણા લોકો વચ્ચે જાણીને આ પુલને હલાવી રહ્યા છે.

અને તે લોકો બિજા લોકો માટે મુશીબત ઉભી કરે છે તેણે જણાવ્યું કે આ જોખમી પુલ પર મિત્રો ના જાઓ તો વધારે સારું રહેશે સોશિયલ મીડિયા પર આ યુવકનો વિડીઓ ખુબ વાઈરલ થયો છે આને લોકો એને ભવિષ્યવાળી કહીને આ યુવકને પરમાત્મા નો સંદેશા વાહક પણ ગણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *