આજના સોશિયલ મીડિયા યુગમાં તમે ઘણા એવા યુવાનો જોયા હશે જેને મોંઘી કાર, મોંઘી ઘડિયાળ, બ્રાન્ડેડ કપડાનો શોખ હોય, મોંઘા પર્ફ્યુમ્સ ભેગા કરવાનો શોખ હોય , કોઈને મોંઘી મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય આવા અને બીજા અનેક પ્રકારના શોખ ધરાવતા યુવાનો તમે જોયા હશે. જાણીતા અને મહાન લોકો સાથે ફોટા પડાવવાનો શોખ ધરાવતા યુવાનો પણ આજના યુગમાં તમે જોયા હશે પરંતુ શું તમે કોઈ એવો યુવાન જોયો છે જેને જાણીતા અને મહાન લોકો સાથે ફોટા પડાવવાનો નહીં પરંતુ તેમનો ઓટોગ્રાફ લેવાનો શોખ હોય?
લાગી ને નવાઇ! અમને પણ લાગી હતી જ્યારે અમે આ યુવાન વિશે અને તેના આ અલગ પ્રકારના શોખ વિશે જાણ્યું હતું. આ યુવાન વિશે વાત કરીએ તો આ યુવાનનું નામ શ્રેય મહેતા છે. શ્રેય મહેતા રાજકોટનો રહેવાસી છે. તે ૬ વર્ષનો હતો ત્યારથી જ તેને જાણીતા લોકોના ઓટોગ્રાફ એકત્ર કરવાની શરૂઆત કરી હતી. શ્રેયએ ૫,૫૦૦થી વધુ સેલેબ્રિટીઝનાઓટોગ્રાફ્સ એકત્ર કર્યા છે.
શ્રેયના જણાવ્યા અનુસાર તેમને શરૂઆતમાં ક્રિકેટર ના ઓટોગ્રાફ લેવાની શરૂઆત કરી હતી. હાલમાં તેની પાસે જાણીતા ક્રિકેટર , રાજકીય નેતાઓ, બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓના ઓટોગ્રાફ્સ છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન શ્રેય મહેતાએ જણાવ્યું કે હાલમાં તેમના ઘરમાં એક આખું કબાટ ઓટોગ્રાફ્સની ફાઈલથી ભરેલું પડ્યું છે હાલમાં તેણે ૩૫ જેટલી ફાઈલમાં આ તમામ ઓટોગ્રાફ સાચવી રાખ્યા છે.
શ્રેય એ જણાવ્યું કે જ્યારે પણ કોઈ સેલિબ્રિટી રાજકોટમાં આવે છે ત્યારે તેઓ તેમને રૂબરૂ મળીને તેમનો ઓટોગ્રાફ લેવા પ્રયત્ન કરે છે અથવા તો તે સેલિબ્રિટીના એડ્રેસ પર પત્ર લખીને તેમનો ઓટોગ્રાફ મોકલવા વિનંતી કરે છે હાલમાં તેની પાસે અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, વિરાટ કોહલી, નરેન્દ્ર મોદી, અબ્દુલ કલામ, દલાઈ લામા સહિતના દિગ્ગજ સેલેબ્રિટીઓના ઓટોગ્રાફ્સ છે આ કિસ્સા પરથી કહી શકાય કે તમારા શોખ ને હંમેશા જીવંત રાખવો જોઈએ અને તેને પૂરો કરવા માટે મહેનત કરતા રહેવું જોઈએ. ખબર નહીં ક્યારેય તમારો કયો શોખ તમારું નામ આગળ લઈ જાય.