મહેનત કરીને કમાવવું હોય એની માટે ઉંમર એ માત્ર એક આંકડો છે એવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. આ સાંભળ્યા બાદ તમને ઘણીવાર એવો વિચાર આવતો હશે કે શરૂઆત તો કરીએ પરંતુ શરીર સાથ આપે તો ને? તો આજના આ લેખમાં તમને એક એવી મહિલા વિશે જણાવીએ જેને ૫૦ની ઉંમર બાદ એક તબેલાની શરૂઆત કરી અને પોતાની મહેનત થી આજે ૬૫ વર્ષની ઉંમરે બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પહેલી મહિલા તરીકે પ્રસિદ્ધિ મેળવી રહી છે.
આ મહિલા છે વડગામના નગાણા ગામે રહેતા નવલબેન ચૌધરી. નવલ બેનને ગત વર્ષે બનાસ ડેરી દ્વારા ૨૫હજાર રોકડ રકમ નું ઈનામ તેમજ શ્રષ્ઠ બનાસ લક્ષ્મી તરીકેનો ખિતાબ આપવામાં આવ્યો છે. તે વર્ષે તેમને વર્ષ દરમિયાન ૧ કરોડ ૩૦ લાખ જેટલું દૂધ ડેરીમાં ભરાવ્યું હતું. જોકે તેમના દૂધનું નફા સાથેનું ઉત્પાદન ૧ કરોડ ૭૦ લાખ જેટલું થયું હતું.
એટલું જ નહિ આજના યુગમાં જ્યા યુવાનો ૫ હજારની નોકરી માટે દિવસ રાત મહેનત કરતા હોય છે ત્યારે નવલબેન ૨૫ લોકોને ૧૨ હજાર પગાર ચૂકવે છે એટલે કે કુલ ૧ લાખ થી વધુ તો તેઓ મહિને લોકોને પગાર આપે છે. તેમને ત્યાં રોજનું ૧૦૦ થી ૧૨૦૦ લીટર દૂધનું ઉત્પાદન થાય છે.
નવલબેનને પોતાના આ કામ માટે શંકર ચૌધરી, ભૂપેન્દ્ર પટેલ, પીએમ મોદી વગેરે દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. જો કે તેમના પરિવારનું કહેવું છે કે શંકર સિંહ ચૌધરી આજે પણ તેમને જોઈ તેમના માન માં પોતાની કાર ઊભી રાખે છે એ જ તેમની મોટી સફળતા છે.પરંતુ કહેવાય છે કે સફળતા સંઘર્ષ વિના ન મળે. નવલબેનના જીવનમાં પણ કઈ આવું જ છે. નવલ બેને માત્ર ૩ ભેંસો દ્વારા પોતાના તાબેલાની શરૂઆત કરી હતી. તેઓ સવારે ૫ વાગ્યે ઊઠી મહેનત કરતા હતા આ મહેનત ને કારણે આજે તેમની પાસે ૧૦૦ ભેંસ અને ૪૫ ગાયો છે.
એટલું જ નહિ ૬૫ વર્ષની ઉંમરે આ બેન મહિને ૭ લાખ રૂપિયાની કમાણી કરે છે જોકે તેમનું કહેવું છે કે દરેક વ્યક્તિ મહેનત થી તબેલાના ધંધામાં સફળ બની શકે છે પરંતુ પૂરતો સમય અને દેખરેખ આપવાની જરૂર હોય છે. આજે તબેલો ચાલુ કરનાર વ્યક્તિ નોકર ભરોસે કામ છોડી દેતા હોય છે જેને કારણે નફો મળતો નથી.નવલ બેન અને તેમના પતિ આજે પણ સવારે ૩ વાગ્યે ઊઠી તબેલામાં કામની શરૂઆત કરી દે છે.